<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

અમરેલી નારી સ્‍વાભિમાન આંદોલન છાવણીમા આગેવાનો ઉમટયા

અમરેલી નારી સ્‍વાભિમાન આંદોલન છાવણીમા આગેવાનો ઉમટયા

સાવરકુંડલાઃ પત્રકાંડ મામલે પાયલ ગોટી નામની મહિલા ને ન્‍યાય અપાવવા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ આંદોલન ને બળ  પૂરું  પાડવાનું  નિર્દોષ દીકરીની નાયબ ભાવના ભાગરૂપે અમરેલીના રાજકમલ ચોક ખાતે આંદોલન હાથ ધરવામાં આવેલ હતું. આ આંદોલનનો વધુ મજબૂત બનાવવા સમગ્ર અમરેલી જિલ્લો તેમજ રાજકોટ જુનાગઢ ભાવનગર સૌરાષ્‍ટ્ર ફરવાથી આગેવાનો આ ઉપર છાવણીની મુલાકાતે પધારી રહ્યા છે, તેમજ નિર્દોષ મહિલા પાયલ ગોટીને જલ્‍દી સે જલ્‍દી ન્‍યાય મળે તે માટે શ્રી પરેશભાઈ ધાનાણીનું આંદોલ બીજા દિવસ સુધી લંબાવવામાં આવેલ હતું આજના આંદોલનને લોકોનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. ત્‍યારે ઉલ્લેખનીય છે કે નિર્દોષ મહિલા પર થતો ખોટી રીતે અત્‍યાચાર  અને અન્‍યાય બદલ તાત્‍કાલિક ન્‍યાય મળશે તેવી લોકો એ આશા વ્‍યક્‍ત કરી હતી. (તસ્‍વીર-અહેવાલઃ ઈકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:28 PM IST)