<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

વાંકાનેરની અંધ- અપંગ ૧૨૦૦ થી વધુ ગોૈમાતા માટે દાતાઓ દાનની સરવાણી વહાવશે

ગૌમાતાના નિભાવ માટે દરરોજ ૧ લાખથી વધુનો ખર્ચ હોવા છતાં ખર્ચની ચિંતા ગૌમાતાઓ ઉપર છોડીને સંચાલકો દ્વારા રખડતી -ભટકતી નિરાધાર ગૌમાતાઓને સ્‍વીકારવામાં આવતી હોય છેઃ દાન સ્‍વીકારવામાં રાજકોટ-મોરબી-જામનગર-સુરેન્‍દ્રનગર વાંકાનેર-જામખંભાળીયા-સુરતમાં વ્‍યવસ્‍થા ગોઠવાશે અંધ-અપંગ ગૌઆશ્રમમાં સંસ્‍થા દ્વારા ગૌમાતાની રજવાડી સેવા આપતી સંસ્‍થા ઉપરોકત સંસ્‍થામાં ૨૪×૭ ઈમરજન્‍સી સારવાર ઉપલબ્‍ધ તેમજ અકસ્‍માતગ્રસ્‍ત ગૌમાતાને સંસ્‍થાને વાહન મારફતે આશ્રમ ખાતે લાવી પુરતી જરૂરી સારવાર કરી પ્રશંસનીય કામગીરી કરતી સંસ્‍થા (૨૪ કલાક ડોકટરી સેવા ઉપલબ્‍ધ) ૨૪×૭ ગૌમાતા માટે એડમીશન ઓપન (કોઈપણ ચાર્જ વિના) કોઈપણ સમયે આ સંસ્‍થામાં ગૌમાતાનો સ્‍વીકાર

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૩: સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરૂપ અને રાજયના ત્રણ-ત્રણ મુખ્‍યમંત્રીશ્રી ધ્‍વારા સન્‍માનીત થયેલ અંધ-અપંગ અશકત ગૌમાતાની સેવાની જયોત પ્રસરાવતી સંસ્‍થા વાંકાનેરના જીનપરા વિસ્‍તારમાં અંધ-અપંગ ગૌ-આશ્રમ ટ્રસ્‍ટના નામે આવેલી છે.

માતા-પિતા જે કાળજીથી તેમના સંતાનોની સંભાળ રાખે તેથી પણ વિશેષ આ ગૌમાતાઓની સંચાલકો દ્વારા સંભાળ લેવામાં આવે છે. આ ગૌશાળામાં ગૌમાતાને લીલી-સુકુ ઘાસ ગોળ -ખોળ ઉપરાંત દરેક ગાયનું શારિરીક સ્‍વાસ્‍થય જળવાય રહે તે માટે નિષ્‍ણાંત પશુ ચિકિત્‍સક દ્વારા નિયમીત સારવાર આપવામાં આવે છે. ઉપરાંત આજુબાજુના વિસ્‍તારમાં કોઈપણ જગ્‍યાએ એકસીડન્‍ટથી ઘાયલ થયેલ ગૌમાતાઓને સંસ્‍થા ધ્‍વારા તેના જ વાહનમાં ગૌશાળાએ લાવીને તાત્‍કાલીક સારવાર આપીને ગૌમાતાને બચાવવાના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. સંસ્‍થા દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌમાતા માટે આઠ એકર જગ્‍યામાં-૧૭ મોટા શેડ, +૨ શેડ ખાખરીયા હનુમાન તરીકે ઓળખતા વિસ્‍તારમાં તથા વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ, અદ્યતન ઓપરેશન થઈ શકે તેવું દવાખાનું તેમજ પંખીઓ માટે સુંદર ચબુતરો વિગેરેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

કુદરતી આપતી હોય કે માનવસર્જીત આપતી હોય દુષ્‍કાળ, ભુકંપ, કોરોના, લમ્‍પીવાયરસ જેવી આપતીના સમયે સંસ્‍થા દ્વારા તાબડતોબ જરૂરીયાતમંદ ગૌમાતાઓ અને સંસ્‍થાઓને મદદરૂપ બનીને ગૌમાતાઓને બચાવવાનો ટ્રસ્‍ટીઓ કાર્યરત રહે છે.

દરરોજના ૧,૦૦,૦૦૦/- રૂા. થી વધુના ખર્ચને પહોંચી વળવા માટે મકરસંક્રાતિના પાવન દિવસે ગૌમાતાઓ માટે દાનની સરવાણી વહાવવા-અંધ અપંગ ગૌઆશ્રમના ટ્રસ્‍ટીઓ, રાજકોટ ગૌસેવા સમિતિ, મોરબી ગૌસેવા સમિતિ, જામનગર ગૌસેવા સમિતિ, દ્વારા અપીલ કરવામાં આવે છે.

વાંકાનેરની અંધ અંપગ ગૌશાળાના ટ્રસ્‍ટીઓએ સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતને ગૌસેવાની પ્રેરણા આપતુ જે કાર્ય શરૂ કયું છે, અંધ અપંગ ગૌમાતા ઉપરાંત જુદા જુદા ગામની ગૌશાળાને મદદરૂપ થવા, ગૌમાતાના નિભાવ માટે મકર સંક્રાતિના પાવન દિને મંડપો(છાવણી) નાખવાની પ્રેરણા અને જે સહયોગની જરૂરતમાં સાથ સહકાર આપવાની પણ તૈયારી દર્શાવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા માટે નીચે મુજબના સ્‍થળો ઉપર ગૌ ભકતો ગૌમાતા માટે દાન સ્‍વીકારશે.

એક બે નહી પરંતુ ૧૨૦૦ થી વધુ ગાય માતા આપણાં પાસે જમવાનું માંગે છે. વળધ્‍ધ અને અંધ અપંગ ગસાયો, નાના નાના વાછરડાઓ અને નંદીઓ આપણાં પાસે માત્ર તેના ભોજનની અને તેની સારવારની અપેક્ષા રાખે છે. શું આપણે એક અબોલ જીવ માસટે થોડુંક દાન ન આપી શકીએ? જો આપણે એક ગાયને એક ટંકનુ ભોજન આપી શકીએને તો પણ એકેય જીવ ભૂખ્‍યો નહિ રહે.

વર્ષો પહેલા એટલે કે ૧૯૮૪ માં મોરબી જિલ્લાનાં વાંકાનેર ગામમાં ભાઈલાલભાઈ પેંડાવાલા અને જાદવજીઅદા પુજારાએ બે ગાયોની સેવાથી શરૂઆત કરી હતી અને આજ તે બે ગાયો બારસો ગૌમાતાઓનો પરિવાર બની ચૂકયો છે. આ અંધ અપંગ ગાયોનું કાયમી સરનામુ બની ગયેલ આશ્રમ એટલે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવેલ અંધ-અપંગ ગૌ આશ્રમ મનુષ્‍ય ધર્મનું ઉદાહરણ પુરૂં પાડતો આ સેવાશ્રમ ૮ એકર ભુમી પર ફેલાયેલ છે. જેમાં ૧૯ જેટલા વિશાળ શેડ એક જ સ્‍થળે એટલે કે ગોપાલવાડી તરીકે ઓળખાતા વિસ્‍તારમાં આવેલ છે. જયારે અન્‍ય ૨ વિશાળ શેડ ખાખરીયા હનુમાનની જગ્‍યા તરીકે ઓળખાતા વિસ્‍તારમાં આવેલ છે. આમ કુલ મળીને ૧૯ શેડમાં અહીં અંધ-અપંગ, લાચાર એવી ગૌમાતાની સેવા સુશ્રુષા કરવાામાં આવે છે. જેના માટે ૨૬ જેટલા કાયમી પગારદાર સેવકો અહીં ચોવીસ કલાક સાતેય દિવસ ખડે પગે સેવા આપી રહયા છે. અહીં આ ગૌમાતા ના ભોજન, સેવા, સારવાર, સુશ્રુષા અને પગારનો વાર્ષિક ખર્ચ લગભગ ૩ કરોડ ૭૦ લાખ જેટલો આવે છે. એટલે સમજોને રોજના એક લાખ રૂપિયાથી વધુ ખર્ચ થતો હોય છે.

એકસીડન્‍ટ કેસ હોય કે અન્‍ય બાબત હોય તે પશુને આશ્રમ સુધી લાવવાની જવાબદારી પણ આ સંસ્‍થા પોતે જ ભોગવે છે. તેની હેરફેરમાં સુગમતા રહે તે માટે અહીં એક હાઈડ્રોલીક વાન, કહી શકાય કે એમ્‍બ્‍યુલન્‍સ બનાવવામાં આવી છે. સમાચાર મળે કે તુરંત અહીંથી સેવકો આ વાન લઈને નીકળી જાય અને તેમાંજ ગૌમાતાને રેસ્‍કયુ કરી લઈ આવે. અને જેવી તે ગૌમાતાની પધરામણી આ પરિવારમાં થાય કે એક ડોકટર તુરંત તેની સેવા -ઉપચારમાં લાગી જાય...અને તેને એક નવો રૂમ એટલે કે શેડ ફાળવી દેવામાં આવે જયાં ગૌમાતા આજીવન કોઈ ચિંતા કર્યા વગર વાસ્‍તવમાં સુખીથ પોતાનું જીવન જીવે છે.

હાથીને મણ અને કીડીનેકણ ઈશ્વરઆપી દે છે પણ આ કણ અને મણ માટે ઈશ્વરે મનુષ્‍યને જવાબદારી સોંપી છે. માનવ તરીકે આપણો ધર્મ છે કે આપણે આ ૧૨૦૦ ગાયો અને કીડી, ચકલી માટે ભોજનની ઘટ ના થવા દઈએ. વધુ નહી તો એક ગાયનો એક ટંકનો ભોજન ખર્ચ અને સારવાર માટેનું દાન કરીએ. કારણ કે દાન પણ સામાન્‍ય તો નથી. દાનએ આગામી પેઢી માટે આપણે આજે વાવેલ પુણ્‍યનું ભાથુ છે.

રોડ ઉપર અકસ્‍માત કરીને આ ગાયને ઈજા પહોંચાડવાના આપણે અજાણતા પણ નિમીત બનતા હોઈએ છીએ તો આજે તો જાણી જોઈને તે ગાય માટે કાંઈ વિશેષ કરવાની તક મળે છે. આવી સોનેરી તક ચૂકાય નહી તે જોજો...આ ગૌશાળા માત્ર ગૌશાળા નથી. તે એવી પાવન ભુમિ બની ગઈ છે જે આપણા પાપનો નાશ કરવા માટે ઉર્જાવાન છે. આપણામાં નવી ચેતના ભરવા સક્ષમ છે. તો આવો અને આ અંધ અંગ ગાયો માટે દાન કરો. આ ગૌમાતાને તમારા પરિવારનો સભ્‍ય બનાવીને તેના ભોજન અને સારવારની વ્‍યવસ્‍થા કરો. તમારા જીવનની ખુશીઓની ઉજવણી આ ગાયમાતાઓ સાથે કરો અને દુઃખી થાઓ ત્‍યારે અહીં આવીને ગાયને તમારું દુઃખ કહી જોજો. તે બધુ દુઃખ પોતાના માથે લઈ લેશે અને તમને સુખ આપશે. આવું સુખ પ્રદાન કરનાર મા આપણી પાસે માત્ર ભોજન માંગે છે.... તો આવો અને આજે જ અનુદાન કરો... એક પરિવાર એક ગૌમાતાની જવાબદારી લેશે તો પણ એકેય માવડીને દુઃખી નહિ થવું પડે.

આગામી ૧૪ જાન્‍યુઆરીના રોજ ગૌમાતા માટે ગૌદાન આપવા માટે રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્‍દ્રનગર, વાંકાનેર, જામખંભાળીયા, સુરત સહિતના શહેરોમાં દાન સ્‍વીકારવા માટે વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ છે.

(11:24 AM IST)