<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ભોગાવો નદીના ખાડામાંથી યુવાનની લાશ મળી આવી હાથ ઉપર જયા-ભુપત લખેલ છેઃ ઓળખ બાકી

 

વઢવાણ, તા., ૧૩:  સુરેન્‍દ્રનગર ભોગાવા નદીમાં હાલ ઠેરઠેર પાણીના ખાડાઓ ભરેલા છે.આ ઉપરાંત ગટરના પાણી ભોગાવામાં જતા આ ખાડાઓમાં ગંદા પાણી ભરાયેલા છે. ત્‍યારે ભોગાવા નદીમાં રેલવે ઓવરબ્રીજથી રતનપર તરફ રવીવારના રોજ સવારના સમયે  ખાડામાં કોઈની લાશ તરતી હોવાની જાણ પોલીસને  થઈ હતી. આથી જોરાવરનગર પીએસઆઈ ડી.ડી.ચુડાસમાની સુચનાથી સ્‍ટાફના ઘનશ્‍યામભાઈ પઢેરીયા, મેહુલ કાનાણી, બીટ જમાદાર ભરતભાઈ હેરમા સહિતનાઓ દોડી ગયા હતા. અને લાશને બહાર કઢાઈ હતી. મળતકની વય આશરે ૪૦ વર્ષની આસપાસની હોવાનું તથા તેનું મોત પાંચેક દિવસ પહેલા થયુ હોવાનું હાલ પોલીસ માની રહી છે.

મળતકની લાશ અત્‍યંત કોહવાઈ ગયેલી હોવાથી તેની મોં પરથી ઓળખ કરવી મુશ્‍કેલ બની ગયુ હતુ. જોકે, મળતકના બન્ને હાથ પર ગુજરાતીમાં જયા-ભુપત લખેલુ નજરે પડયુ હતુ. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી છે અને મળતક વ્‍યક્‍તિની ઓળખ કરવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:29 AM IST)