News of Monday, 13th January 2025
આજથી પોરબંદર જિલ્લાની બે દિવસીય મુલાકાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી
ર્કીતિમંદિરે દર્શન બાદ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ગૌશાળાની મુલાકાતઃમાધવપુર (ધેડ)માં ખેડૂતો-ગ્રામ્યજનો સાથે વાર્તાલાપ અને આવતી કાલે નેવીના કાર્યકમ્રમાં ઉપસ્થિત રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આજે તા.૧૩ અને ૧૪ બે દિવસ પોરબંદર જિલ્લાના પ્રવાસે આવી રહ્યો છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આજથી તા.૧૩ અને ૧૪ બે દિવસ પોરબંદર જિલ્લાની મુલાકાતમાં આજે તા.૧૩ બપોરે૧ કલાકે કીર્તિ મંદિરની મુલાકાત લેશે ત્યારબાદ જયશ્રી ફાર્મ હાઉસ ખાતે ગૌ શાળાની મુલાકાત લેશે ત્યારબાદ સાંજે ૪ કલાકે રાજ્યપાલશ્રી માધવપુર ઘેડ ગામની મુલાકાત લેશે અને માધવપુર ઘેડ ગામમાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે અને તા.૧૪ રોજ સવારે ભારતીય નેવી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સહભાગી બનશે
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
