News of Tuesday, 14th January 2025
મોરબી મહાપાલિકા તંત્ર ઉતરાયણના એક દિવસ પૂર્વે જાગ્યું, ૧૩૯ સ્ટોલ ધારકોને દંડ
મંજુરી વિના કેટલાય દિવસથી ધમધમતા સ્ટોલને છેલ્લા દિવસે દંડ કર્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીને મહાપાલિકાનો દરજ્જો મળતા સર્વત્ર ખુશીનો માહોલ સર્જાયો હતો નવા વર્ષે નવી ભેટ મળ્યાનું નાગરિકો માની રહ્યા હતા પરંતુ પાલિકામાંથી મહાપાલિકા બનાવ્યે શું ખરેખર સ્થિતિ સુધરી જશે તે મોટો સવાલ છે કારણકે ઉતરાયણ પર્વને એક દિવસ બાકી છે ત્યારે મહાપાલિકાને ઓચિંતી જ યાદ આવી હતી અને આજ પતંગ સ્ટોલમાં ચેકિંગ કર્યું હતું
મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેના માર્ગદર્શન હેઠળ શહેરમાં ઠેર ઠેર ખડકી દેવામાં આવેલા પતંગ સ્ટોલની મુલાકાત લઈને મંજુરી અંગે તપાસ ચલાવી હતી કુલ ૫૦૦ જેટલા સ્ટોલ ધમધમે છે જેમાંથી ૨૫૦ થી વધુ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ૧૩૯ સ્ટોલ મંજુરી વિનાના મળી આવતા રૂ. ૩.૭૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જોકે ઉતરાયણ પર્વના આગલા દિવસે છેલ્લી ઘડીએ મહાપાલિકા તંત્રને કામગીરી યાદ આવી તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
