<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

પોરબંદર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની માંગ

માધવપુર(ઘેડ) ની મુલાકાતે આવીને પ્રાકૃતિક ખેતી ઉપર મહત્‍વનો સંદેશ આપતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીઃ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્‍પ

રાસાયણિક ખેતી જમીન, જીવજંતુઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જે હિંસક ખેતી છે. ગાંધીજીની ભૂમિ પોરબંદરના ખેડુતો પ્રાકળતિક ખેતી અપનાવે તે સમયની માંગ છે. તેમ માધવપુર ધેડની મુલાકાત  આવેલા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક  કૃષિ અંગે મહત્‍વનો સંદેશ આપ્‍યો હતો.

રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે માધવપુર ઘેડમાં શ્રીકળષ્‍ણ અને રુક્ષ્મણીના વિવાહ સ્‍થળ ચોરી માયરાની મુલાકાત લીધી હતી અને ત્‍યાં પ્રાકળતિક કળષિ પરિસંવાદમાં ભાગ લીધો. આ પ્રસંગે રાજ્‍યપાલશ્રીએ રાસાયણિક ખેતીથી બંજર બનતી જમીનને બચાવવા અને કેન્‍સર જેવા જીવલેણ રોગોથી બચવા પ્રાકળતિક ખેતી અપનાવવાનું આહ્વાન કર્યું હતું.

રાજ્‍યપાલશ્રીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુલ ખાતે કરવામાં આવી રહેલી પ્રાકળતિક ખેતીના દાખલાઓ અને તેની સફળતાના વિડિયો દર્શન દ્વારા હાજર ખેડુતોને પ્રેરણા આપી હતી. સાથે જ રાજ્‍યપાલશ્રીએ પ્રાકળતિક ખેતીના ફાયદાઓ સમજાવી અને ખેડુતોને ગુરુદક્ષિણા રૂપે પ્રાકળતિક ખેતી કરવાનો સંકલ્‍પ લેવડાવ્‍યો હતો.

રાજ્‍યપાલશ્રીના પ્રેરક વક્‍તવ્‍યથી પ્રભાવિત થઈ, ઉપસ્‍થિત ખેડુતોએ પ્રાકળતિક ખેતી કરવાનો સંકલ્‍પ લીધો હતો. માધવપુર ઘેડના વિસ્‍તારમાં મોટાભાગના ખેડુતો ગાયો રાખે છે, તે જાણીને રાજ્‍યપાલશ્રીએ આ સ્‍થિતિને આનંદદાયક ગણાવી કહ્યું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીનપ્રાકળતિક ખેતીથી ઉત્‍પાદન ખર્ચ ઘટે છે અને આ પદ્ધતિ ખેડુતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે.

રાજ્‍યપાલશ્રીએ પ્રાકળતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્‍ચેના તફાવતની વિગતો રજૂ કરી. તેઓએ ધનજીવામળત, જીવામળત અને પંચસ્‍તરીય પ્રાકળતિક ખેતીના તત્‍વોની સમજણ આપી અને ગાયના ગોબરમાં રહેલા પોષક તત્‍વોના ફાયદાઓ સમજાવ્‍યા હતા. તેમણે ઉમેર્યું કે,મહાત્‍મા ગાંધીએ અહિંસાનો સંદેશ આપ્‍યો છે, જ્‍યારે રાસાયણિક ખેતી જમીન, જીવજંતુઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જે હિંસક ખેતી છે. ગાંધીજીની ભૂમિ પોરબંદરના ખેડુતો રાસાયણિક ખેતી છોડીને ઙ્કાકળતિક ખેતી તરફ આગળ વધે તે સમયની માંગ છે.

રાજ્‍યપાલશ્રીએ ખેડુતોને પ્રાકળતિક ખેતીના માર્ગે આગળ વધવા માટે પ્રરણા આપી અને જણાવ્‍યું કે આ પદ્ધતિ આપણા પર્યાવરણ અને ભવિષ્‍ય માટે સબળ માર્ગ છે.

પોરબંદર આત્‍મા વિભાગ દ્વારા આયોજિત પ્રાકળતિક કળષિ પરિસંવાદમાં ધારાસભ્‍ય  અર્જુનભાઈ મોઢવાડિયા, કલેક્‍ટર  એસ. ડી. ધાનાણી, જીલ્લા વિકાસ અધિકારી શ્રી કે. બી. ઠક્કર અને અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ધારાસભ્‍યશ્રીએ પણ પ્રાકળતિક ખેતી અપનાવવાનો સંકલ્‍પ લીધો અને ખેડૂતોને આ પદ્ધતિ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી.વિજ્ઞાન કેન્‍દ્ર ખાપટના કળષિ વૈજ્ઞાનિક શ્રી વિશાલ સાવલિયા દ્વારા ખેડૂતોને પ્રાકળતિક કળષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

 જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ. ત્રિવેદી, આત્‍મા પ્રોજેક્‍ટના ડિરેક્‍ટર શ્રીમતી સીમાબેન શર્મા, અને જિલ્લા બાગાયત અધિકારી શ્રીમતી કલ્‍પનાબેન પંચાલ સહિતના અધિકારીઓ અને ખેડુતો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

(10:09 AM IST)