News of Wednesday, 15th January 2025
શાપર-વેરાવળમાં જુગાર રમતા ૬ પકડાયા
રાજકોટ તા.૧૫: શાપર-વેરાવળ પોલીસે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને શાપર(વે.) પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર આર.બી. રાણા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વેરાવળ ગ્રામ સ્વરાજ સંસ્થા પાસે આવેલ ખુલા પટમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સુમીત મોહનલાલ પાલ રહે.હાલ વેરાવળ ભુમી ઇન્ડસ્ટ્રીઝ એરીયા ઓમ એન્જીનીયરીંગ કારખાનાની ઓરડીમાં તા.કો.સા.જી.રાજકોટ (ર) જીતેન્દ્ર માનસિંહ રહે.વેરાવળ ભુમી ઇન્ડસ્ટ્રીઝ એરીયા શીવમ આર્ટ હોમના રૂમમાં, (૩) ઓકન ગજરાજસિંહ રહે. હાલ વેરાવળ ભુમી ઇન્ડસ્ટ્રીઝ એરીયા રેરોટુ એન્જીનીયર, (૪) અમરીશ શ્યામસ્વરૂપ મીશ્રા રહે. હાલ વેરાવળ ભુમી ઇન્ડસ્ટ્રીઝ એરીયા ઓમ એન્જીનીયરીંગ કારખાનાની ઓરડીમાં, (પ) રોહીત મુન્નાલાલ શીવહરી રહે.હાલ વેરાવળ ભુમી ઇન્ડસ્ટ્રીઝ એરીયા ઓમ એન્જીનીયરીંગની સામે તથા (૬) નંદકિશોર રામાદાર કુશ્વાહા રહે.હાલ વેરાવળ ભુમી ઇન્ડસ્ટ્રીઝ એરીયા ઓમ એન્જીનીયરીંગ કારખાનાની ઓરડીમાંને રોકડા રૂપીયા ૧૦,૬૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી શાપર-વેરાવળના પો.હેડકોન્સ. તુષારસિંહ જાડેજા, જયદિપસિંહ વાઘેલા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, પીયુષભાઇ અઘેરા, પો.કોન્સ.અલ્પેશભાઇ ડામસીયા તથા નીલેશભાઇ ડાભી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
