<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

ચુડા પાસે કેનાલમાં ગાબડુ પડતા પાણી ફરી વળ્‍યું : તૈયાર પાક ધોવાતા રોષ

 

વઢવાણ તા.૧૫: ચુડાના મોજીદડ ગામની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્‍યું છે. ઘઉં, જીરા સહિતનો પાક નાશ થતાં હજારો હેક્‍ટર જમીન પર પાણી ફરી વળ્‍યું છે.

ખેડૂતોનો ઘઉં, જીરા સહિતનો તૈયાર પાક ધોવાયો છે. કેનાલના પાણી હજારો હેક્‍ટર જમીન પર ફરી વળ્‍યા છે. ખેડૂતોના ખેતરનો પાક નાશ થવાથી લાખોનું નુકસાન થવા પામ્‍યું છે. ગામમાંથી પસાર થતી LD-૮ નર્મદા કેનાલમાં ગાબડું પડ્‍યું છે.

અગાઉ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામ નજીક નીકળતી પેઢડા ગામ તરફથી આવીને સોખડા નાગડકા તરફ જતી D-૬ કેનાલની અંદર ગાબડું પડતા આશરે ૧૦૦ વિઘા જેટલાં ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જયારે ખેડૂતો દ્વારા વાવેલ ઘઉં, જીરું, વરિયાળી, ચણા, અજમો સહિતના પાકોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સાથે આ વિસ્‍તારનાં ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી.(૪૦.૪)

 

સાયબર ક્રાઈમ અટકાવવા કોડીનાર પોલીસની નવી પહેલ

કોડીનારઃ અત્‍યારે દિવસે દિવસે સાયબર ક્રાઈમદ્વારા ફોડની ઘટના રોજબરોજ બનતી થઈ ગઈ છે જેને અટકાવા માટે કોડીનાર પોલીસ દ્વારામકરસંક્રાંતિ ની પૂર્વ સંધ્‍યા અ ેશહેર નાં પાણી જાપા વિસ્‍તારમાં સાયબર અવેરનેસ માટે ફાળવવામાં આવેલ પતંગાની રાહદારીઓ વાહન ચાલકો તથા દુકાનદારો તેમજ નાના બાળકોને વહેંચણી કરી લોકોમાં સાયબર ક્રાઈમ દ્વારા થતાફ્રોડ વિસે માહિતી આપવામાં આવિહતી આતકે કોડીનાર પોલીસના પો.ઇન્‍સ્‍પેકટર એન. કે. પટેલ. પો ઇન્‍સ્‍પેકટર એમ.કે. વનારકા. પો. ઇન્‍સ્‍પેકટર. એચ. એલ. જેબલિયા. ટ્રાફિક પોલીસ સહિત નો સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ.

(12:18 PM IST)