News of Thursday, 16th January 2025
નલીયા કરતા રાજકોટમાં ઠંડી વધીઃ ગિરનાર પર્વત ૭ ડીગ્રી
કચ્છના નલીયામાં ૯.૬, રાજકોટમાં ૯.૪, પોરબંદર ૧૦.૮, ભુજમાં ૧૧.ર ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીનો માહોલ બરકરાર છે. આજે કચ્છના નલીયા કરતા રાજકોટમાં ઠંડી વધી છે.
નલીયામાં ૯.૬ ડીગ્રી જયારે રાજકોટમાં ૯.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જયારે પોરબંદર ૧૦.૮, ભુજ ૧૧.ર ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. ઠંડીમાં વધારો થતાં આજે સવારે ગિરનાર પર ૭ ડિગ્રી તાપમાન નોંધાઈ હતી.
ગુરુવારે ગિરનાર પર્વત ઉપર ૯.૭ ડીગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને ૭.૨ ડિગ્રીએ સ્થિર થતા પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
ગિરનારની માફક જૂનાગઢમાં પણ આજે સવારે લઘુતમ તાપમાન ૨.૫ ડિગ્રી ઘટીને ૧૨.૨ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી અનુભવાય હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા રહેતા આજે પણ સવારના ધુમ્મસ છવાઈ ગયું હતું.
સવારથી ૮.૬ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા ગુલાબી ઠંડીની તીવ્રતા વધી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૭.૦ ડીગ્રી
અમદાવાદ ૧ર.ર ડીગ્રી
બરોડા ૧૭.ર ડીગ્રી
ભાવનગર ૧૩.૭ ડીગ્રી
ભુજ ૧૧.ર ડીગ્રી
દમણ ૧૭.૬ ડીગ્રી
ડીસા ૧૧.પ ડીગ્રી
દીવ ૧પ.ર ડીગ્રી
દ્વારકા ૧પ.૭ ડીગ્રી
કંડલા ૧૩.પ ડીગ્રી
નલિયા ૯.૬ ડીગ્રી
ઓખા ૧૯.૩ ડીગ્રી
પોરબંદર ૧૦.૮ ડીગ્રી
રાજકોટ ૯.૪ ડીગ્રી
સુરત ૧૬.૩ ડીગ્રી
વેરાવળ ૧૪.૩ ડીગ્રી
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
