<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

જામજોધપુરના ધુનડામાં પુ.મણીમાંને સમાધી અપાઇઃ ભાવિકો દર્શનાર્થે ઉમટયા

જુનાગઢઃ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનુ ખોબા જેવડુ ઘુનડા ગામમા મણીમાને સમાધિ આપવાના અવસરમા માનવ મહેરામણ ઉમટયુ હતું. ગાદીપતિ જગુરામબાપાએ સત્‌ પરિવારનો લાગણીનો દરિયો જોઈ ભાવુક બની સાંત્‍વના આપતા જણાવ્‍યુ કે, મણીમા સ્‍થૂળ શરીરે ભલે આપણી વચ્‍ચે નથી રહ્યા પણ તેઓની અખૂટ ઉજાઁઓ આપણા સૌના હૃદયમા ધબકતી રહેશે.

પૂરણધામ આશ્રમમા બે દિવસ મણીમાના નશ્વરદેહને દશઁનાથેઁ રાખવામા આવતા દેશ-વિદેશના હજારો ભાવિકો તથા હાલારના ભકતજનો બહોળો સંખ્‍યામા ઘુનેશ્વર ઉમટી પડ્‍યા હતા.

આજે બરાબર એકના ટકોરે જગદંબાસ્‍વરુપા મણીમાની પાલખીયાત્રા આશ્રમ થઈ ઘુનડા ગામમા પ્રદક્ષિણા કરી હરિરામબાપાના સમાધિ મંદિરે આવી પહોંચતા જગત જનની મણીમા અને સદગુરુ હરિરામબાપાના જયઘોષ સાથે હજારો ભાવિકોની આંખોમા અશ્રુઓનો દરિયો છલકાઈ ગયો હતો.

ગાદીપતિ જગુરામબાપા, પ્રવિણભાઈ તથા દીકરીઓમા બેનાબેન, રંજનબેન અને ભારતીબેન તથા સમગ્ર જોષી પરિવાર અને સત્‌ પરિવારના ભાવિકોએ સમાધિસ્‍થ પૂવેઁ ભાવપૂર્વક મણીમાનુ પૂજન દશઁન કરી જ્‍યારે માટી સાથે પંચ મહાભૂત શરીર પણ માટીમા ભળી જતા સમગ્ર ઘુનેશ્વરમા મણીમાનો ગગનભેદી જયઘોષ ગુંજી ઉઠ્‍યો હતો.

આમ, સત્‌ પરિવારે તાજેતરમા મણીમાંની જન્‍મ શતાબ્‍દિનો દિવ્‍ય અને ભવ્‍ય અવસર ઉજવ્‍યાના ગણતરીના દિવસોમા મણીમાં સદેહ વિદાય લેતા આ મળત્‍યુને મંગલ કરનારા મણીમા પ્રત્‍યે હજારો ભાવિકો ગદગદિત બની ગયા હતા. હવે આસ્‍થાભેર મણીમાના સમાધિસ્‍થાને ભાવિકો દશઁનાથેઁ આવે તેવુ દિવ્‍ય સ્‍મારક નિમાઁણ થશે તેમ સત્‌ પરિવારે માહિતી આપી હતી.

રવિભાઈ જોષી, પ્રકાશભાઈ, હિતેશભાઈ તથા જયેન્‍દ્રભાઈ અને દિલીપભાઈએ  સમસ્‍ત રાજગોર બ્રાહમણ સંઘના હોદેદારો તથા જ્ઞાતિ વડિલો અને ઘુનડા સમસ્‍ત ગ્રામજનોના અભૂતપૂર્વ સહયોગ બદલ આભાર વ્‍યકત કર્યો હતો.

જામજોધપુર તાલુકાના ધુનડા પુરણધામના સંત સદગુરૂ પુ.હરીરામબાપાના ધર્મપત્‍ની પુ.મણિમાં મકરસંક્રાતના રોજ દેવલોક પામતા તેઓના પાર્થિવદેહને પુરણધામ આશ્રમ ખાતે દર્શનાર્થે રાખવામાં આવેલ. સ્‍વ.મોહનભાઇ તથા સ્‍વ.અમૃતલાલભાઇ અને જયકાન્‍તભાઇ (પુ.જગુરામબાપા) પ્રવિણભાઇ તેમજ સ્‍વ.જશવંતીબેન, રમાબેન, રંજનબેન, ભારતીબેનના માતુશ્રી અને રવિભાઇ સ્‍વ.સંજયભાઇ, પ્રકાશભાઇ, અજયભાઇ હિતેષભાઇ, આશિષભાઇ પ્રતિકભાઇ, પ્રેરિતભાઇના દાદી એવા પુ.મણીમાંની ગઇકાલે પાલખીયાત્રા નિકળી હતી. જેમાં દેશ-વિદેશના સેવકો અને પરિવારના મંજુલાબેન, હંસાબેન, કાંતાબેન, હર્ષાબેન તથા દિલીપભાઇ મહેતા, પ્રકાશભાઇ જોષી તેમજ રાજકોટના ધીરૂભાઇ વી. મહેતા તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો તેમજ વિવિધ સમાજના આગેવાનો બહોળી સંખ્‍યામાં જોડાયા હતા અને પુરણધામ ધુનેશ્વર ધુનડા ખાતે સમાધી આપવામાં આવી હતી અને તસ્‍વીરના સોૈજન્‍ય અને સમગ્ર વિગતો પુ.મણિમાંના જોષી પરિવારના જમાઇ દિલીપભાઇ મહેતા દ્વારા આપવામાં આવેલ હતી.(અહેવાલ-વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(11:05 AM IST)