<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

પવનના સૂસવાટા સાથે ઠારનો સપાટોઃ નલીયા ૬, ગિરનાર ૬.૩ ડીગ્રી

રાજકોટ-ડીસા ૧૦.૭, જુનાગઢ ૧૧.૩, ભુજ ૧૧.૪, ડીગ્રી લઘુતમ તાપમાનઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં લોકો ઠુંઠવાયા

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનનું જોર એકાએક વધ્‍યુ છે અને ઠારએ સપાટો બોલાવ્‍યો છે. ઠંડીના કારણે લોકો ધ્રુજી ઉઠયા છે. આજે કચ્‍છના નલીયામાં ૬, ગિરનાર ૬.૩, રાજકોટ અને ડીસા ૧૦.૭, જુનાગઢ ૧૧.૩, ભુજ ૧૧.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ :.  તાપમાનમાં બીજા દિવસે પણ વધારો થવાના કારણે ગિરનાર પર ૬.૩ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

 છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે ગિરનાર પર્વત પર તાપમાન ઘટીને ૬.૩ ડીગ્રી થતા સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

આ જ પ્રમાણે જુનાગઢ શહેરમાં પણ ગઈકાલની સરખામણીએ આજે સવારે લઘુતમ તાપમાનમાં ૪.૫ ડિગ્રીનો વધારો થઈને ૧૧.૩ ડિગ્રી નોંધાતા જુનાગઢ સહિત સોરઠમાં તીવ્ર ઠંડી અનુભવાય હતી.

આજે સવારે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકારહેતા ઠંડી વધુ કાતિલ બની હતી અને સાથે સાથે વહેલી સવારે ધુમસનું પ્રમાણ આક્રમણ થયું હતું.

ઠંડી અને ભેજ વધવા ઉપરાંત સવારથી ૧૦.૩ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂકાતા વાતાવરણ વધુ બરફીલું થઈ ગયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહત્તમ તાપમાન રપ, ભેજનું પ્રમાણ ૬૧ ટકા, પવનની ગતિ ૯.૩, કિ. મી. રહી હતી. (પ-૯)

 

કયાં કેટલી ઠંડી

શહેર                     લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત     ૬.૩ ડીગ્રી

અમદાવાદ ૧૩.૭ ડીગ્રી

અમરેલી    ૧૩.૮ ડીગ્રી

બરોડા             ૧પ.૮ ડીગ્રી

ભાવનગર  ૧૬.પ ડીગ્રી

ભુજ        ૧૧.૪ ડીગ્રી

દમણ              ૧૮.ર ડીગ્રી

ડીસા               ૧૦.૭ ડીગ્રી

દીવ        ૧૪.પ ડીગ્રી

દ્વારકા              ૧૪.૬ ડીગ્રી

જામનગર  ૧૩.૦ ડીગ્રી

કંડલા              ૧૩.૭ ડીગ્રી

નલિયા             ૬.૦ ડીગ્રી

ઓખા              ૧૮.૯ ડીગ્રી

પોરબંદર   ૧૪.૦ ડીગ્રી

રાજકોટ     ૧૦.૭ ડીગ્રી

સુરત              ૧૮.૮ ડીગ્રી

વેરાવૃ  ૧૭.૧ ડીગ્રી

જુનાગઢ       ૧૧.૩ ડીગ્રી

(11:07 AM IST)