તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Friday, 17th January 2025
દિવસે ઠંડી થોડી ઘટશે -રાત્રે વધશે
હવામાન વિભાગ કહે છે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ન્યુનતમ તાપમાન વધુ નીચુ જશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૭ :. આવતીકાલથી જમ્મુ-કાશ્મિર પર ફરી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન થશે. ભૂતકાળમાં સ્કાયમેટ સાથે જોડાયેલા રહેલા વેધર એનાલીસિસ્ટ દેવેન્દ્ર ત્રિપાઠી અનુસાર રાજયના રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવસના ભાગે તાપમાન થોડું ઉંચુ આવી શકવાની સંભાવના રહે છે. કારણ કે ગુજરાતનું આકાશ સ્વચ્છ રહેવાનું હોઇ, દિવસના ભાગે થોડી ઠંડી ઘટી હોવાનો અનુભવ થશે. જો શે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ન્યુનતમ તાપમાન નીચુ નોંધાશે. વળી નવું ડબલ્યુડી પણ આવતીકાલે તેનો પ્રભાવ ઉત્તરના રાજયોમાં બતાવશે. જેથી સંભવતઃ ત્રણ દિવસ સુધી દિવસના ભાગે ઠંડી થોડી ઘટશે પણ રાત્રી દરમ્યાન વધુ ઠંડી અને ઠાર અનુભવાશે જેથી ન્યુનતમ તાપમાન વધુ નીચુ નોંધાયેલુ જોવા મળી શકે છે. નવા ડબલ્યુડીને કારણે ઉત્તરના પવનોને બદલે અરબી સમુદ્રના પવનો ગુજરાત પરથી વહેતા થશે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
