તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Friday, 17th January 2025
બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ આજે પૂર્ણ : પ૯.૧૧ કરોડની જમીન ખુલ્લી થઇ
દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે, પ્રાંત અધિકારી અમોલ આબટે સહિતનાની આગેવાનીમાં કામગીરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં ર૦રર પછી બીજો ડીમોલેશન રાઉન્ડ ગત તા. ૧૧-૧-રપ થી જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે પ્રાંત અધિકારી અમોલ આબટે તથા ડી.વાય.એસ.પી.એ. ડો. હાર્દિક પ્રજાપતિ તથા સાગર રાઠોડની આગેવાની તથા માર્ગદર્શનમાં શરૂ થયું હતું જે આજે બપોર પછી પૂર્ણ થશે તથા ર૦રર માં પ્રથમ રાઉન્ડમાં ૩ાા લાખ ફૂટ જમીન દબાણો હટાવાયા હતા તે પછી બીજો રાઉન્ડ આજે બપોર પછી પૂર્ણ થશે.
કાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા યાત્રિકો માટે સુદર્શન બ્રીજ બેટ દ્વારકા મંદિર તથા હનુમાનદાંડી ૮૪ ધૃણાની જગ્યા કેશવરાય મંદિર સહિતના તમામ વિસ્તારો ખુલ્લા મુકવાની સ્થિતિમાં પણ તુર્કીસાની સામે ભીમસર સહિતના વિસ્તારો બાલાપર, દામજી જેટી સહિતના વિસ્તારોમાં સવારથી સાંજ સુધી જેસીબી હીટાચી જેવા મશીનોની કડક પેટ્રોલીંગ સાથે ડીમોલેશન થયું હતું. ગઇકાલે ૬ર રહેણાંક મકાનો તથા એક અન્ય મળીને કુલ ૬૩ દબાણો હટાવાયા હતા જેમાં પાકા વંડા કંપાઉન્ડ સાથે બે માળના મકાનોનો સમાવેશ પણ થાય છે તે કુલ ૧૩૪૯૦ ચોરસ મીટર કિંમત ૬.૦૭ કરોડ રૂપિયાની જગ્યા ખુલ્લી થઇ હતી.
ગત તા. ૧૧-૧-રપ થી શરૂ થયેલ બેટ દ્વારકાનું ઐતિહાસિક બનેલ ડીમોલેશન કે જે સંપૂર્ણ શાંતિપૂર્વક તથા કોઇ પરેશાની વગર થયુ હતું. તથા ૧૭-૧ ના આજે બપોર પછી પૂર્ણ થશે. ગઇકાલે સુધીમાં ૩૭૬ રહેણાંક મકાનો તેર અન્ય દબાણો, નવ કોમર્શીયલ મકાનો મળીને રૂા. પ૯.૧૧ કરોડની જમીન ખુલ્લી કરાઇ છે તેમાં એસ.પી. નીતેશકુમાર પાંડે તથા પ્રાંત અધિકારી અમોલ આબટેએ જણાવ્યું હતું.
અન્ય સ્થળે પણ અફવા
ભય ફફડાટ
બેટ દ્વારકામાં અગાઉ ૩ાા લાખ ફૂટનો ડીમોલેશનના રાઉન્ડ પછી શરૂ થયેલી બીજો રાઉન્ડ જે ૬૦ કરોડની જગ્યાના ખાલી કરવાના મહાઅભિયાન પછી દ્વારકા જિલ્લામાં અનેક સ્થળે દબાણ હટાવવાની પણ અફવા ફેલાઇ છે. અગાઉ સતીશ વર્મા એસ.પી. હતા તેમના સમયમાં સલાયામાં ઐતિહાસિક દબાણ હટાવાયું હતું તે સલાયામાં ર૬ જાન્યુઆરીથી ડિમોલેશન શરૂ થશે ની હફવા જોરદાર રીતે ફેલાતા દબાણકારો ભયભીત થઇ ગયા છે તો દ્વારકા ખંભાળિયા સહિતના વિસ્તારોમાં તથા દ્વારકા પાસેના બંદરો વિસ્તારમાં પણ ડીમોલેશનના રાઉન્ડની સંભાવના ગણાય છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
