News of Friday, 17th January 2025
બાંટવામાં વાહન ચેકિંગ, મોપેડ પર દારૂની ૨ બોટલ લઈ નીકળેલ યુવક ઝબ્બે
પોલીસે મોપેડ, દારૂ સહિત ૪૧,૪૭૮નો મુદ્દામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૭ : બાંટવામાં પોલીસે વાહન ચેકીંગ દરમિયાન મોપેડ પર દારૂની ૨ બોટલ લઈ નીકળેલ એક યુવકને ઝડપી લઇ રૂપિયા ૪૧,૪૭૮નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
બાંટવા પીએસઆઇ આર. એમ વાળાએ સ્ટાફ સાથે બાંટવામાં નાનડિયા રોડ ગાયત્રી મંદિર પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
આ દરમિયાન બાંટવાના ભીમનાથ પરામાં રહેતો અને અભ્યાસ કરતો ૧૮ વર્ષીય દર્શન વેજાભાઈ છેલાણા નામનો યુવક જીજે ૧૧ સીઆર ૦૦૨૨ નંબરના મોપેડ પર નીકળતા રોકી મોપેડ તલાશી લેતાં ડેકીમાંથી રૂપિયા ૧,૪૭૮ની કિંમતના ઇંગ્લિશ દારૂની ૨ બોટલ મળી આવી હતી.
આથી પોલીસે ધરપકડ કરી દારૂ, મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૪૧,૪૭૮નો મુદામાલ કબજે લઈ આગળની કાર્યવાહી કરી હતી.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
