<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

વેરાવળમાં મુદ્રા લોનનું મોટુ ડિંડક

ગરીબ અને મધ્‍યમ વર્ગને કોઈ લોન મળતી નથી ફક્‍ત જાણીતાને જ લાભ, જે બેંકમાં ખાતું હોય તે જ લોન આપી શકે તેવો ફતવો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૭:  વેરાવળ શહેરમાં સરકારી બેન્‍કોમાં મુદ્રા લોન નું મોટું ડિંડક ચાલી રહ્યું છે ગરીબો અને મધ્‍યમ વર્ગના નાના વેપારીઓને ફક્‍ત ધક્કા ખવડાવવામાં આવે છે કોઈપણ જાતની લોન મળતી નથી ફક્‍ત જાણીતાઓને જ આનો લાભ આપવામાં આવે છે જેની સામે તપાસની માંગ કરવામાં આવી છે વેરાવળ શહેરમાં અનેક સરકારી બેંકો આવેલી છે કેન્‍દ્ર સરકાર દ્વારા ગરીબ મધ્‍યમ વર્ગ જે સાવ નાના પાયે વેપાર ધંધા કરવા માંગતા હોય તેને ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીની લોન ખૂબ જ સરળતાથી મળે તેવી યોજના હો હોવા છતાં બેંકો દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે અને કાગળો માટે દોડધામ કરાવે છે તેમ છતાં લોન પાસ કરતા નથી નાના પાત્રના લારી કે ગળહ ઉદ્યોગ ચલાવતા પરિવાર મોટી આશાએ બેંકે ટકા ખાય છે તેને ૨૫ થી ૩૦ ટકા ખવડાવવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે તમે કરંટ ખાતું થી ૩,૦૦૦ થી ખોલો છ માસ અમારી બેંકમાં લેવડદેવડ કરો ત્‍યારબાદ બેંક આપને લોન આપી શકે તેવા જવાબો આપવામા આવે છે અને કાઢી મૂકવામાં આવે છે નાના માણસોને ધંધો કરવા માટે કોઈપણ પ્રકારની સહાય કે લોન મળતી નથી ફક્‍ત બેંકો દ્વારા મુદ્રા લોનનું ડિંડકટ ચલાવવામાં આવે છે આમ જાણીતાઓને કે જેને કોઈને લોનની જરૂરિયાત નથી બેંકમાં મોટી લેવડદેવડ કરતા હોય તે દુકાનદારોના માણસોને નામે લોન કરી આપવામાં આવે છે તેમજ બેંકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારું જ્‍યાં ખાતું હોય ત્‍યાંથી લોન મળી શકે તેવા જવાબો આપવામાં આવે છે શહેરની સરકારી બેંકોમાં જિલ્લા કલેકટરે અત્‍યાર સુધીમાં કોને કોને કેટલી મુદ્રા લોન આપવામાં આવેલી છે તેની તપાસ કરાવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(2:00 PM IST)