News of Saturday, 18th January 2025
એલાયન્સ એરએ રખડાવ્યા: વિમાનમાં બેઠા બાદ મુંબઈ ભુજની ફ્લાઈટ અચાનક કેન્સલ, ૮ દિ”માં ૪ વાર પ્રવાસીઓ રખડ્યા
ફ્લાઇટ ન આવતાં બંને તરફના પ્રવાસીઓ રખડ્યા, ટિકિટની ૪ ગણી રકમ ચૂકવવા એવિએશન મિનિસ્ટ્રી કોઈ કાયદો ઘડે, રણોત્સવનું બુકિંગ સહિત અગત્યના કામો રખડ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : મુંબઈ અને કચ્છ વચ્ચેની એલાયન્સ એરની સેવા ખાડે ગઈ છે. ફ્લાઈટની ટિકિટ લીધા બાદ પણ બસ સેવાથી ખરાબ અનુભવ પ્રવાસીઓને થઈ રહ્યા છે. ગઈકાલે મુંબઈ થી ભુજ આવતી ફ્લાઈટ એલાયન્સ એરએ પ્રવાસીઓને રાહ જોવડાવી ત્યારબાદ પ્રવાસીઓ ૨ કલાક વિમાનમાં બેઠા અને ફ્લાઈટ એકાએક રદ્દ કરી દેતા વહેલી સવારે મુંબઈથી ભુજ અને ભુજથી મુંબઈ તરફ જતાં બંને તરફના પ્રવાસીઓ રખડી પડ્યા હતા. અઠવાડિયામાં ૪ દિવસ આવું થયું છે. પ્રવાસીઓ બૂમો પાડે ફરિયાદ કરે પણ એવિએશન મિનિસ્ટ્રી કાંઈ કરી શકતી નથી ખરેખર પ્રવાસીને ટિકિટની ૪ ગણી રકમનું વળતર ચૂકવવું જોઈએ. રણોત્સવ ના બુકિંગ સહિત પ્રવાસીઓના અગત્યના કામો રખડ્યા હતા.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
