<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ઠાર વધ્‍યોને સાથે ઝાકળ પણ વરસતા જનજીવન ટાઢુબોળ : નલીયા ૮.૬ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનનું જોર ઘટયુ : મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક વધુ

રાજકોટ,તા.૧૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર  કચ્‍છમાં આજે ઠાર વધ્‍યો છે. અને ઝાકળ પણ વરસતા જન જીવન ટાઢુ બોળ થયું છે. આજે નલીયામાં ૮.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આજે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનનું જોર ઘટયું છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે વધુ ઠંડક અનુભવાઇ રહી છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ સહિત સોરઠમાં વહેલી સવારે ઝાકળ વર્ષા થવાની સાથે તાપમાનમાં વધારો થયો હતો.

શુક્રવારે જુનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૧૧.૩ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાન વધીને ૧૨.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું.

પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૯ ટકા થઈ જતા વહેલી સવારે ઝાકળ વર્ષા થઈ હતી. જોકે સવારે શુક્રવારની સરખામણીએ પવનની ઝડપ ઘટીને ૪.૮ કિલોમીટરની થઈ ગઈ હતી. (૨૫.૩)

ક્‍યાં કેટલી ઠંડી

શહેર  લઘુતમ તાપમાન

અમદાવાદ ૧૬.૦ ડીગ્રી

અમરેલી   ૧૪.૨ ડીગ્રી

બરોડા      ૧૬.૨ ડીગ્રી

ભાવનગર  ૧૫.૮ ડીગ્રી

ભુજ        ૧૨.૪ ડીગ્રી

ડીસા       ૧૨.૮ ડીગ્રી

દીવ        ૧૬.૮ ડીગ્રી

દ્વારકા      ૧૬.૨ ડીગ્રી

ગાંધીનગર ૧૫.૫ ડીગ્રી

કંડલા      ૧૬.૦ ડીગ્રી

નલિયા     ૮.૬ ડીગ્રી

ઓખા      ૧૯.૩ ડીગ્રી

પોરબંદર   ૧૨.૮ ડીગ્રી

રાજકોટ    ૧૨.૪ ડીગ્રી

સુરત       ૨૦.૦ ડીગ્રી

વેરાવળ    ૧૭.૦ ડીગ્રી

જુનાગઢ       ૧૨.૯ ડીગ્રી

(12:14 PM IST)