News of Saturday, 18th January 2025
જેતપુરના ગૂમ નિર્ભયને પોલીસે ચોટીલાથી શોધી કાઢયોઃ માર્કસ અંગે ઠપકો મળતા ભાગી ગયો'તો..
ખાનગી બસમાં બેઠેલો નિર્ભય ઇન્સ્ટ્રામાં મિત્રો સાથે વાતચીત કરતો હોય પોલીસે ફોન ટ્રેસ કરી શોધી કાઢી માતા-પિતાને સોપ્યો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૮: જેતપુરના ગૂમ થયેલ સગીરને પોલીસે ચોટીલાથી શોધી કાઢી માતા-પિતાને સોપતા પરિવારમાં ખુશાલી વ્યાપી ગઇ હતી સગીરને માતા-પિતાએ માર્કસ અંગે ઠપકો આપતા ઘરેથી ભાગી ગયાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે.
જેતપુર શહેરમાં ટાકુડીપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ બારૈયા તેમની પત્નિ અને અન્ય પરીવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન આવેલ અને રજુઆત કરેલ કે, તેમનો ૧૪ વર્ષનો દીકરો નિર્ભય વહેલી સવારના સાતેક વાગ્યે સ્કુલે જવાનું કહી નીકળી ગયેલ છે અને સ્કુલનો સમય પુર્ણ થયે પરત ઘરે આવેલ નથી. આથી આ બાબતે અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારીઓની તુરંત જ અલગ-અલગ ટીમો બનાવી રવાના કરેલ.
સૌપ્રથમ નિર્ભય જે સ્કુલમાં અભ્યાસ કરે છે તે વિવેકાનંદ સ્કુલ, જેતપુર ખાતે તપાસ કરતા જાણવ મળેલ કે આજે નિર્ભય સ્કુલે આવેલ નથી. બાદ નિર્ભય જે રૂટથી સ્કુલે દરરોજ અવર-જવર કરે છે તે રૂટના સીસીટીવી કેમેરા તપાસ કરતા જાણવા મળેલ કે, નિર્ભય જેતપુર તીનબત્તી ચોકથી પ્રાઈવેટ બસમાં બેસી, રાજકોટ ગયેલ છે. બાદ પોલીસ સ્ટાફની એક ટીમ રાજકોટ મોકલેલ અને ત્યાં જઈ ટેક્રીકલ વર્કઆઉટ કરતા જાણવા મળેલ કે નિર્ભય અમદાવાદની બસમાં બેસેલ છે. આથી આ દીશામાં તપાસ કરી આગળ વધતા જાણવા મળેલ કે, ગુમ થનાર બાળક નિર્ભય પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓનલાઈન છે અને તેના મીત્રો સાથે ચેટમાં વાત કરે છે. આથી નિર્ભયના સ્કુલના મિત્રોને યોગ્ય સમજ કરીને નિર્ભય હાલ કયા છે તે પુછતા તેણે સહજતાથી જણાવેલ કે, પોતે હાલ ચોટીલાથી પરત રાજકોટ બસમાં બેસીને આવે છે. બાદ નિર્ભયે જે મોબાઇલ ફોનથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરેલ તે મોબાઇલ ફોન ટ્રેસ કરી નંબર મેળવેલ અને તે મોબાઇલ નંબર પર અમોએ ફોન કરતા એક જાગળત નાગરીક શ્રી ધ્યેયભાઈ કણજારીયા, રહે-થાન વાળાએ જણાવેલ કે બાળક હાલ બસમાં છે અને તેઓ પણ બસમાં આથી તેમની સાથે સતત સંપર્કમાં રહી, બસના ડ્રાઈવર સાથે પણ વાત કરેલ અને તેઓને જણાવેલ કે બસમાંથી બાળકને ઉતરવા ન દેવુ. બાદ બસ ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ ખાતે થોભાવી બાળકને ત્યાંથી ઉતારી લઈ પોલીસ સ્ટાફે બાળકને પોતાના કબ્જામાં લઈ લીધેલ.
બાદ નિર્ભયને અત્રે પોલીસ સ્ટેશન લાવી, ઘર છોડી ચાલ્યા જવાનું કારણ પુછતા જાણવા મળેલ કે, ધોરણ દસમાં પ્રાથમીક કસોટીમાં આગળના દીવસે સારા માર્ક્સ ન આવતા સ્કુલેથી આ બાબતે વાલીને ફોન કરવામાં આવેલ અને નિર્ભયના માતા-પિતાએ નિર્ભયને ઠપકો આપેલ અને વધુ માર્ક્સ લાવવા ખીજાયેલ. તેમજ નિર્ભયને સંગીત વિષયમાં રસ હોવાથી તે ઘર છોડી ચાલ્યો ગયેલ. બાદ નિર્ભયને સમજાવીને તેના માતા-પિતાને સોંપી આપેલ અને બાળકના માતા-પિતાને પણ સમજાવેલ કે, તેઓ બાળકને અભ્યાસમાં વધારે પડતુ દબાણ ન કરી, તેની રૂચી મુજબ સંગીત વિષયમાં આગળ વધવા પ્રોત્સાહન આપે.
આ કાર્યવાહીમાં જેતપુર સીટી પો.સ્ટે. ના પો.ઈન્સ. એ.ડી.પરમાર તથા પો. સબ ઈન્સ. વી.સી. પરમાર એ.એસ.આઈ. ભાવેશભાઈ ચાવડા પો.હેડ કોન્સ. ચંદ્રસિંહ વસૈયા તથા સાગરભાઈ મકવાણા તથા પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા લખુભા રાઠોડ તથા ભરતભાઈ ગમારા જોડાયા હતા.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
