<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

અમરેલી લેટર કાંડ સંદર્ભે પાટીદાર યુવતિ ઉપરના પોલીસ દમન અંગે નેશનલ હયુમન રાઇટસ કમિશનમાં ફરિયાદ

નેશનલ કમિશને ફરિયાદ સ્‍વીકારતાં પોલીસ તંત્રમાં ખળભળાટઃ એડવોકેટ બ્રિજ શેઠ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: અમ૨ેલીના લેટરકાંડમાં પોલીસ દમન સામે નેશનલ હ્યુમન ૨ાઈટસ કમિશનમાં હાઈકોર્ટના વકિલ બ્રિજ શેઠે ફરીયાદ નોંધાવી છે.

અમરેલી શહેર પોલીસ સ્‍ટેશનમાં ભાજપ અગ્રણીના લેટરપેડનો તેમજ સહી અને સિકકાનો દુરઉપયોગ કરવામાં આવેલ હોવાના કથીત બનાવ આધારે એફ.આઈ.આર. નોંધવામાં આવેલ હતી. જે ફરીયાદમાં આરોપીઓની ધડપકડ થયેલ અને પાટીદાર સમાજની એક યુવા દીકરીને પણ આરોપી બનાવી મોડી રાતે તેણીના નિવાસ સ્‍થાનેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. રીકન્‍સ્‍ટ્રકશનના બહાને મહીલા આરોપી સહીત તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવેલ. નેશનલ હયુમનરાઈટસ કમિશનની ગાઈડલાઈન વિરૂધ્‍ધ મહીલા પ્રજાજનના બંધારણીય હકકો અને માનવ અધિકાર ઉપર પોલીસના અતીક્રમણ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેકટીશન કરતા બ્રિજ વિકાસ શેઠે નેશનલ હયુમન રાઈટસ કમિશનમાં ફરીયાદ કરેલ છે.

જે તે ફરીયાદમાં તેમણે ભોગ બનનાર દિકરી અને તેને વેઠેલી તકલીફો તેમજ પોલીસ તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા તેની સાથે કરવામાં આવેલ ગેરકાયદેસર, અપમાનજનક, ગેરબંધારણીય તેમજ માનવીય અધિકારનો સરેઆમ ભંગ થયા બદલ ભોગ બનનાર દિકરીને ન્‍યાય આપવા માટે નેશનલ હયુમન રાઈટસ કમિશનને વિનંતી અરજી કરેલ છે. કમિશને આ ફરીયાદ સ્‍વીકારી તા.૧૬/૧/૨૫ના રોજ રજીસ્‍ટર કરેલ છે. ટૂંક સમયમાં આગળની કાર્યવાહી થશે. દિકરીને ન્‍યાય આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેકટીશ કરતા એડવોકેટ બ્રિજ વિકાસ શેઠે ફરીયાદ કરેલ છે.

(3:22 PM IST)