તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 18th January 2025
ભાવનગરના ગંગાજળિયા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો
ફાયર બ્રિગેડના જવાનોએ પાણીમાંથી યુવાનના મૃતદેહને શોધી બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર શહેરની મધ્યમાં આવેલ ગંગા જયા તળાવમાંથી આજે સાંજે યુવાન નો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ બિલબહાર પાવભાજીની વાગે આવેલ તળાવમાં એક યુવાન પાણીમાં ડૂબી ગયો હોવાની ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્તરે દોડી ગયો હતો અને પાણીમાંથી યુવાનના મૃતદેહને શોધી બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો. મૃતક યુવાન ની ઓળખ થવા પામી નથી. આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
