<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

મોરબીમાં સીનીયર ખેલાડીઓની ક્રિકેટ ટીમ બનાવવા રવિવારે સિલેકશન પ્રક્રિયા યોજાશે.

-ગ્રામ્ય ક્રિકેટ એસોસીએશન મોરબી દ્વારા સીનીયર ખેલાડીઓની વર્ષ ૨૦૨૪-25 ની ક્રિકેટ ટીમ બનાવવા માટે રવિવારે સિલેકશન કરવામાં આવશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા : મોરબીમાં સીનીયર ખેલાડીઓની ક્રિકેટ ટીમ બનાવવા રવિવારે સિલેકશન પ્રક્રિયા યોજાશે. ગ્રામ્ય ક્રિકેટ એસોસીએશન મોરબી દ્વારા સીનીયર ખેલાડીઓની વર્ષ ૨૦૨૪-25 ની ક્રિકેટ ટીમ બનાવવા માટે રવિવારે સિલેકશન કરવામાં આવશે. ક્રિકેટ ટીમ સિલેકશનમાં સીનીયર ખેલાડીઓની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરાશે જેમાં ૨૬ વર્ષથી વધુ ઉમરના અથવા 1-૦૯-૧૯૯૯ પૂર્વ જન્મ હોય તેવા ખેલાડીઓ જોડાઈ સકે છે પસંદગી પ્રક્રિયા માટે આવનાર ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટીશર્ટ તેમજ સ્પોર્ટ્સ શૂઝ અને પોતાની ક્રિકેટ કીટ સાથે લાવવાની રહેશે સિલેકશન માટે આવનારે પોતાના 2 પાસપોર્ટ સાઈઝના ફોટો અને 1 ફોટો સોફ્ટ કોપીમાં તેમજ આધાર કાર્ડ, જો સર્ટીફીકેટ અને જન્મ પ્રમાણપત્ર સહિતના પુરાવા સાથે રાખવા તેમજ છેલ્લા ત્રણ વર્ષની અભ્યાસની માર્કશીટ, પાન કાર્ડ તેમજ કેન્સલ ચેક સાથે લાવવાનો રહેશે.


સીનીયર ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની પસંદગીનો કેમ્પ તા. 19 ને રવિવારે સવારે ૧૧ થી બપોરે 1 કલાક સુધી એક્સલ સ્પોર્ટ્સ એકેડમી, ફ્લોરા ૧૭, પાસે એસ.પી. રોડ મોરબી ખાતે યોજાશે.

(9:44 PM IST)