News of Sunday, 19th January 2025
દ્વારકા અને બેટ દ્વારકાના ગેરકાયદે દબાણ હટાવ ઓપરેશન પૂર્ણ : 525 જગ્યાએ 73 કરોડથી વધુની 1.27,917 સ્કે ,મીટર જમીન ખુલ્લી કરાવાઈ: જુઓ વિડિઓ
ત્રણ તબક્કામાં મેગા ઓપરેશન : દ્વારકા અને ઓખા પાલિકાના 110 કર્મી ,એક હજાર પોલીસકર્મી ના કાફલા સાથે કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : દ્વારકા કોરિડોર અને બેટ દ્વારકાના કાયદો વ્યવસ્થાની સ્થિતિના સંદર્ભમાં છેલ્લા આઠેક દિવસથી ચાલતી ડિમોલિશન કામગીરી પૂર્ણ થઇ છે, આસિસ્ટન્ટ કલેકટરે આ મેગા ઓપરેશન પૂર્ણ થયાનું જાહેર કર્યું છે,
તેઓના જણાવ્યા મુજબ દ્વારકા કોરિડોર અને બેટ દ્વારકાના કાયદો વ્યવસ્થાની સ્થિતિના સંદર્ભમાં ત્રણ તબક્કામાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી, આ મેગા ડ્રાઈવમાં દ્વારકા અને ઓખા નગરપાલિકા તંત્ર અને દેવભૂમિ જિલ્લા વહીવટીતંત્રના 110 અધિકારીઓ-કર્મચારીઓ તેમજ પોલીસ તંત્રના 1000 કર્મચારીઓ જોડાયા હતા
તેઓના જણાવ્યા મુજબ ત્રણ તબક્કામાં આ મેગા ઓપરેશનમાં ક્યાંય કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી નથી અને શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી સંપન્ન થઇ છે
વધુમાં જણાવ્યા મુજબબ ત્રણ તબક્કામાં મળીને કુલ 525 જગ્યાઓએ કુલ 1,27,917 સ્કે , મીટર જમીન ખુલી કરાવાઈ છે જેની બજાર કિંમત 73 કરોડથી વધુ છે
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
