News of Monday, 20th January 2025
જેતપુર બેંક ઓફ બરોડાના કર્મચારી પ્રદીપ વાળાએ ૧૦ લોકો સાથે ૩.૬પ લાખની ઠગાઇ કરી
વાડ જ ચીભડા ગળે તો કોને કહેવુઃ ક્રેડીટકાર્ડની લીમીટ વધારવાના બહાને

(કેતન ઓઝા દ્વારા) તા. ર૦: જેતપુરની બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા પ્રદીપ વાળાએ ૧૦ લોકોને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી રૂ. ૩,૬૫ લાખ ની છેતરપિંડી કરી.
આજના સમયમાં ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ લોકો અપનાવવા લાગ્યા છે ત્યારે ફ્રોડ થવાના ઘણા કિસ્સાઓ બહાર આવે છે પરંતુ આ ફ્રોડ કરનાર કોઈ અજાણ્યા નહીં પરંતુ ખુદ બેંકના કર્મચારી કરે તો લોકો કોની પર કઈ રીતે ભરોસો કરે ? આવી જ એક ફરીયાદ બેંક કર્મચારી સામે થઇ છે.
શહેરની બેંક ઓફ બરોડા ની બ્રાન્ચમાં બેસી ક્રેડિટ કાર્ડનો કામ સંભાળતો ઙ્કદીપ ભીખુભાઈ વાળા (જુનાગઢ) તેની ફરજ દરમિયાન બેંકમાં હતા ત્યારે ચંદ્રિકાબેન નટવરલાલ માલવીયા ને બેંકે ક્રેડિટ કાર્ડ આપેલ હોય જે કાર્ડ ઉપયોગ ન કરતા હોય બંધ કરાવવા માટે બેંકે ગયેલ જેથી ત્યાં ક્રેડિટ કાર્ડનું કામ સંભાળતા પ્રદીપ વાળા ને બંધ કરવાની વાત કરતા તેને મોબાઈલ ફોન માંગી કોઈ પ્રોસેસ કરી અને કહેલ કે તમારું કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે જે બંધ ન થતા ચંદ્રિકાબેને તેનું કાર્ડ બંધ નહીં થતાં પ્રદીપ ને ફરી ફોન કરતા તે રૂબરૂ દુકાને આવેલ અને ફરી કોઈ પ્રોસેસ કરી જતો રહેલ આમ બે ત્રણ વખત પ્રોસેસ કરેલ પરંતુ કાર્ડ બંધ નહીં થયેલ બાદમાં ત્રણેક માસ પહેલા ચંદ્રિકાબેન ને મોબાઈલ પર ફોન આવેલ કે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ રૂ. ૭૦,૦૦૦/- ભરવાનું બાકી છે જેથી ચંદ્રિકાબેન બેંકે જતા જાણવા મળેલ કે આ પ્રદીપ વાળાએ તેની સાથે ફ્રોડ કરી તેના મોબાઈલ દ્વારા ઓટીપી લઈ તેમાંથી રૂપિયા ની છેતરપિંડી કરી છે.
આ બાબતની ચર્ચા થતાં ત્યાં અન્ય લોકો પણ આવી ગયેલ કે જેમની સાથે પણ આવા ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી દેવા કે તેનું બિલ ભરવા અન્ય કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું બહાનું બતાવી આ પ્રદીપ વાળાએ રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરેલ હોય જેથી તમામ લોકોએ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે ચંદ્રિકાબેન માલવિયા ના રૂ. ૭૦ હજાર, મગનભાઈ કરસનભાઈ વિરડીયા રૂ. ૨૦ હજાર, ચંદ્રકાંતભાઈ પુંજાભાઈ મકવાણા રૂ. ૧૫ હજાર, શારદાબેન ભરતભાઈ કથીરિયા રૂ. ૩૧ હજાર, ચંદુલાલ છત્ર ભુજભાઇ કાપડિયા રૂ. ૪૦ હજાર, ચંદ્રેશભાઇ ધરમદાસ ભોજવાણી રૂ. ૨૮ હજાર, દીપેન ભાઈ રામચંદ હરસુરિયા રૂ. ૫૮,૫૦૦, સમીરભાઈ રજાકભાઈ ભટ્ટી રૂ. ૧૦,૮૯૨, ચેતનભાઇ ચુનીલાલ ગઢીયા રૂ. ૫૦ હજાર, મંજુબેન પિયુષભાઈ ગુજરાતી રૂ. ૪૧,૭૪૬ કુલ મળી ૩,૬૫,૦૦૦ની છેતરપિંડી કર્યાની ફરિયાદ શહેર પોલીસે પ્રદીપ ભીખુભાઈ વાળા વિરુદ્ધ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
