News of Monday, 20th January 2025
જુનાગઢમાં બુટલેગરના મકાનમાં ર શખ્સે શરૂ કરેલ દારૂના વેચાણનો SMC દ્વારા પર્દાફાશ
દરોડામાં દેશી, વિદેશી દારૂ, બીયર, વાહનો સહિત ર,૧૧,૧૬૩નો મુદામાલ કબજે લીધો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૦: જૂનાગઢમાં ૨શખ્સે બુટલેગરના મકાનમાં શરૂ કરેલદારૂનાં વેચાણનો પર્દાફાશ કરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દેશી, વિદેશી દારૂ, બીયર, વાહનો સહિત ૨,૧૧,૧૬૩નો મુદ્દામાલ કબજે લીધો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પીએસઆઇ એચ. એસ. ગઢવીની ટીમ મોડી રાત્રે જુનાગઢ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે વખતે જૂનાગઢના પંચેશ્વર માં રહેતો ભીખુ ઉર્ફે ભૂરો રૈયા કરમટા જીઆઇડીસી વિસ્તારમાં વોકળાના કાંઠે અવેડા પાસે આવેલ તેના મકાનમાં દેશી વિદેશી દારૂનું વેચાણ કરી સ્ટેન્ડ ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડતા દારૂનું વેચાણ થતું હોવાનું જણાતા દારૂનું વેચાણ કરી રહેલ હરદાસ ભુપત વંશ અને તેનો ભાઈ બાવન ભુપતને પકડી લીધા હતા. દારૂ લેવા આવેલ અમરેલી જિલ્લાના ખજુડીયા પાટિયાનો વિનોદ ગીરધર રાઠોડ, જૂનાગઢના ચોકલી ગામનો અશોક ઉર્ફે હકો કનુ ગુજરાતીની ધરપકડ કરી હતી.
સ્થળ પરથી વિદેશી દારૂ ૭૯ બોટલ, ૪ ટીન બીયર, ૨૩ લીટર દેશી દારૂ, ૬ મોબાઈલ, ૪ બાઈક સહિત કુલ રૂપિયા ૨,૧૧,૧૬૩નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને મોડી રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં ભીખુ ઉર્ફે ભૂરો રૈયા હાથ આવ્યો ન હતો.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
