તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Tuesday, 21st January 2025
ગોંડલની ટ્રફિક સમસ્યા, આવારા તત્વો અને સાયબર ક્રાઇમ મુદ્દે હિમકરસિંહ સમક્ષ રજૂઆત
રાજકોટ રૂરલ એસપીની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સપેકશન અને લોક દરબાર યોજાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૧ : રાજકોટ રૂરલના નવ નિયુક્ત જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની અધ્યક્ષતામાં ગોંડલ શહેરના SRP ગ્રાંઉન્ડ ખાતે વાર્ષિક ઇન્ફેક્શન યોજાયું હતું. વાર્ષિક ઇન્ફેક્શનમાં જીલ્લા પોલીસવડા દ્વારા ગોંડલ શહેર A તથા B ડિવિઝન પોલીસ કર્મચારીઓનું શારીરિક નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન પાસે આવેલ પોલીસ ક્વાર્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સિટી પોલીસ મથક ખાતે યોજાયેલ વાર્ષિક ઇન્સ્પેકશનમાં એ.ડિવિઝન અને બી.ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જીલ્લા પોલીસ વડા હીમકરસિંહ અને ડીવાયએસપી કે.જી.ઝાલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોલીસ વડા હીમકર સિંહ દ્વારા તમામ અધિકારીઓ સાથેની બેઠકમાં ગોંડલમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને ગોંડલ શહેર વિસ્તારની સુખ-શાંતિ બની રહે તેવા પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવી હતી. કયા પ્રકારના ગુના વધુ બને છે અને તે કેવી રીતે કંટ્રોલ થઈ શકે છે તે બાબતે ગોંડલ શહેર પોલીસ અધિકારી ડીવાયએસપી અને પી.આઈ સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બપોર બાદ શહેર પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો. લોકદરબારમાં શહેરમાં વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા, તહેવાર ઉપર કોલેજ ચોકમાં વેચાતા ગેસના ફુગ્ગાઓમાં આગની ઘટના તેમજ શહેરમાં આવારા તત્વોની સમસ્યા અંગે રજુઆત, હાઈવે પર ચાલતા સિક્સ લેનની કામગીરી લઈને થતી ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી, શહેરમાં મુખ્ય ચોકમાં CCTV કેમેરા ઇન્સ્ટોલેશનની રજુઆત, શાળા કોલેજમાં જતી વિદ્યાર્થીની છેડતી સહિત ની રજુઆત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.પોલીસ વડા હિમકરસિંહે સાયબર ક્રાઈમ અંગે લોકોને જાગળત કર્યા હતા અને દારૂ - જુગાર જેવી અસામાજિક પ્રવળત્તિઓ સામે કડક કાર્યવાહીની સૂચના આપી હતી. આ લોકદરબારમાં પ્રોબેશનલ IPS ડો. નવીન ચક્રવતી રેપુડી, DYSP કે.જી. ઝાલા, PI એ.સી. ડામોર, જે.પી. ગોસાઈ સહિત ઉચ્ચ પોલિસ અધિકારીઓ તેમજ શહેરના નગરજનો, રાજકીય તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
