તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 22nd January 2025
કચ્છમાં રાપર, ભચાઉ પાલિકાની ચૂંટણી: નખત્રાણાની ચૂંટણી જાહેર ન થતાં નારાજગી
રાપર, ભચાઉમાં બે વર્ષથી વહીવટદારનું શાસન, અઢી વર્ષથી ગ્રામપંચાયતમાંથી નગરપાલિકા બનનાર નખત્રાણામાં ચૂંટણી કેમ નહીં?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવાના પગલે કચ્છમાં બે વર્ષ થયા વહીવટદારનું શાસન ધરાવતી ભચાઉ, રાપર નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ભચાઉની લાકડીયા-૨, મુન્દ્રાની ભુજપુર-૨ અને માંડવીની દરશડી એમ ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણી થશે. જ્યારે અઢી વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા નો દરજ્જો મેળવેલ નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતાં લોકોમાં નારાજગી ફેલાઈ છે. રાપર અને ભચાઉમાં ૨૮/૨૮ બેઠકો છે. જેમાં ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૧ ફેબ્રુ. છે. ૧૬/૨ ના મતદાન અને ૧૮/૨ ના પરિણામ જાહેર થશે. રાપરમાં ૨૬૦૦૦ અને ભચાઉમાં ૨૩૦૦૦ હજાર મતદારો છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
