<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

પોરબંદર જીલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ડો. મનસુખભાઇના હસ્‍તે વર્ચ્‍યુઅલ લોકાર્પણ

પોરબંદરને મહાનગરપાલીકાનો દરજ્‍જો આપીને વિકાસની તક માટે નરેન્‍દ્રભાઇ મોદી અને ભુપેન્‍દ્રભાઇ પટેલનો આભાર માનતા અર્જુનભાઇ મોઢવાડીયા : પોરબંદર જીલ્લાના લોકાર્પણ સમારંભમાં કુંવરજીભાઇ બાવળીયા અને રામભાઇ મોકરીયા વર્ચ્‍યુઅલ જોડાયા : પોરબંદર જીલ્લાના ૧૯૪૭,૭પ લાખના ૧૬૧ વિવિધ વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ : પોરબંદર-દિલ્‍હી સરાય રોહીલ્લા અને પોરબંદર-મુઝફરનગર-પોરબંદર દ્વિ-સાપ્તાહીક ટ્રેઇનના એલ.એચ.બી. રૂપાંતરનું લોકાર્પણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.,૨રઃ પોરબંદર જિલ્લાના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્‍દ્રીય મંત્રી  ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્‍થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૯૪૭.૭૫ લાખનાં ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરવામાં આવ્‍યું હતું.

કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્‍યું હતું. કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીના નેતળત્‍વ વિકાસ લક્ષી રાજનીતિની શરૂઆત થઈ હતી.તેને મુખ્‍ય મંત્રી શ્રી ભુપેન્‍દ્ર પટેલનાના નેતળત્‍વમાં આગળ ધપાવીને લોકોની સુખાકારી વધે તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.

વધુમાં  ડો.મનસુખભાઇએ કહયું કે, પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા પોરબંદર શહેરમાં ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલોપમેન્‍ટ અને વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે તેમજ વહીવટી તંત્રના કાર્ય અંગે સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો અને અભિનંદન આપ્‍યા હતા.

જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ  બાવળીયાએ વિડીયો માધ્‍યમથી સંબોધતા  જણાવ્‍યું હતું કે સરકારે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને વિકાસનો માર્ગ ખોલ્‍યો છે. ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્‍યું કે, પોરબંદર શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપીને પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની ઓળખ ઉભી કરવા માટેની તક આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી તેમજ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. ઇન્‍ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીકે. બી.ઠક્કરે કેન્‍દ્રીય મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું શબ્‍દોથી સ્‍વાગત કરી સૌને આવકાર્યા હતા. જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તાર સહિત સર્વાંગી વિકાસની રૂપરેખા આપી ઇન્‍ચાર્જ કલેક્‍ટર કે.બી. ઠક્કરે નાગરિકોની સુખાકારી માટે રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તે માટે ટીમ વર્કથી કરવામાં આવી રહેલી કામગીરી પણ રૂપરેખા આપી હતી.  પોરબંદર મ્‍યુ. કમિશ્નર  એચ. જે. પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી.

પોરબંદર જિલ્લાના કુલ રકમ રૂા. ૧૭.૧૪ કરોડના ૬૧ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત અને કુલ રકમ રૂા. ૨.૩૪ કરોડના ૧૦૦ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું .જેમાં શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ હેઠળ દીનદયાળ અંત્‍યોદય યોજના હેઠળ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂા. ૧.૫૬ કરોડનું ઘર વિહોણા લોકો માટે નાઈટ શેલ્‍ટર બિલ્‍ડીંગ બનાવવાના કામનું ઈ-ખાતમૂહુર્ત,માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ પોરબંદર જિલ્લામાં  રૂા. ૧૨.૦૨ કરોડના ૧૦ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત,આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ હેઠળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં રૂા. ૧.૮૬ કરોડના કુલ-૬ નવનિર્મિત પેટા આરોગ્‍ય કેન્‍દ્રોનું ઈ-ખાતમૂહુર્ત કરાયા છે.

સામાન્‍ય  વહીવટ વિભાગ (આયોજન) હેઠળ પોરબંદર જિલ્લાના રૂ. ૯૭.૫૮ લાખના ૩૬ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત,સામાન્‍ય વહીવટ વિભાગ (આયોજન) હેઠળ પોરબંદર જિલ્લાના રૂા.૧.૯૨ કરોડના ૮૨ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ,નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ હેઠળ પોરબંદર જિલ્લાના રૂા. ૪૧.૯૭ લાખના ૧ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત,સંસદ સભ્‍ય સ્‍થાનિક વિસ્‍તાર વિકાસ યોજના હેઠળ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે રૂા. ૨૦ લાખના રી-ક્રિએશન પાર્કનું ઈ-ખાતમૂહુર્ત,પંચાયત, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ૧૫માં નાણાપંચના પોરબંદર જિલ્લાના રૂા. ૪૧.૪૫ લાખના ૧૮ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ, પંચાયત, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ૧૫માં નાણાપંચના પોરબંદર જિલ્લાના રૂા. ૧૦.૬૭ લાખના ૬ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુર્હત કરવામાં આવ્‍યું હતું.

 પોરબંદર, દિલ્‍હી, સરાય, રોહીલ્લા અને પોરબંદર મુઝ્‍ઝફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં એલ. એચ. બી ટ્રેનમાં રૂપાંતરણનું ઈ -લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ વર્ચુઅલી જોડાયા હતા

આ  કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ  પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ  લીરીબેન ખૂટી, નિવાસી અધિક કલેકટર  જે.બી.વદર, ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક  રેખાબા સરવૈયા, ડીવાયએસપી  રૂતુબા રાબા,  રમેશભાઈ પટેલ, રામદેવભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, ભીમભાઇ ઓડેદરા , મીતાબેન થાનકી સહિતનાં અગ્રણીઓ ,અધિકારી-કર્મચારીઓ અને  અને જિલ્લાનાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(11:49 AM IST)