તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 22nd January 2025
જોડીયાના કેશીયા હાઈસ્કૂલના કર્મચારી રાજેશભાઈ ગાંભવાનું અકસ્માતે મૃત્યુ થતા પિતાને કાંધ આપી પુત્રીએ અંતિમ સંસ્કાર કર્યા : મુખાગ્ની આપ્યું : જુઓ વિડિઓ
મૃતક રાજેશભાઈને સંતાનમાં બે દીકરીઓ છે તેમાંથી મોટા દીકરી સુહાનીબેન પિતાનું સપનું સાકાર કરવા રાજકોટમાં કોમ્પ્યુટર એન્જિનિયરરીંગનો અભ્યાસ કરે છે

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલતા.૨૨ દીકરો-દીકરી એક સમાન વર્તમાન સમયની આ ઉક્તિને ચરિતાર્થ કરતું ઉદાહરણ એટલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામની દીકરી સુહાનીબેન રાજેશભાઈ ગાંભવા.
ઘટના એવી ઘટી કે સુહાનીબેનના પિતા રાજેશભાઈ ત્રિકુભાઈ ગાંભવા જોડિયા તાલુકાના કેશીયા ગામે હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને તેઓનું તા.20 જાન્યુઆરીના રોજ અકસ્માતે અવસાન થયું હતું. તેમને સંતાનોમાં બે દીકરીઓ. તેમાંથી મોટા દીકરી સુહાનીબેન પિતાનું સપનું સાકાર કરવા રાજકોટમાં કોમ્પ્યુટર એન્જિનિયરરીંગનો અભ્યાસ કરે છે. તા.21ના રોજ જામદુધઈ મુકામેથી જ્યારે ધર્મપ્રેમી અને ખૂબ જ લાગણીશીલ સ્વભાવ ધરાવતા રાજેશભાઈની સ્મશાન યાત્રા નીકળી તો તેમના કુટુંબની સાથે અનેક લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા. પરંતુ વિશેષ વાત એ હતી કે દીકરી સુહાનીએ પિતાની સ્મશાન યાત્રામાં પિતાને કાંધ આપી. એટલું જ નહીં પરંતુ પુત્રની જેમ તેમને મુખાગ્ની આપી અંતિમસંસ્કાર કર્યો હતો અને વર્તમાન સમાજને એક નવું ઉદાહરણ પુરુ પાડયુ હતું.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
