<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

વિસાવદરના લાલપુરના યુવાનનો મગજની બીમારીથી કંટાળી આપઘાત

મીઠાપુરના પ્રૌઢનું ઝેરી ટીકડા ખાઈ લેતા મોત, ખીરસરાની યુવતીએ કૂવામાં ઝંપલાવ્‍યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૨વિસાવદરના લાલપુરના યુવાને મગજની બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા તથા મીઠાપુરના પ્રૌઢનું ઝેરી ટીકડા ખાઈ લેતા મોત થતા અને ખીરસરાની યુવતીએ  કૂવામાં ઝંપલાવી મોતને મીઠું કરી દેતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વિસાવદર તાલુકાના લાલપુર ગામે રહેતા ૪૯ વર્ષના રાજેશભાઈ હીરાભાઈ જાલેરા નામનો યુવાન

છેલ્લા છએક માસથી મગજની બીમારી હોય અને તેની અલગ અલગ દવાખાનેથી દવા ચાલુ હતી. પરંતુ સારું થયેલ ન હોય જેના કારણે પોતે પોતાની મેળે રહેણાક મકાને મકાનમાં સ્‍લેપમાં લોખંડના હુકમા દોરડા વડે દોરડું બાંધી ગળાફાસો ખાઈ લેતા ગમગીની પ્રસરી ગઈ હતી.

મેંદરડા તાલુકાના મીઠાપુર ગામના ૫૦ વર્ષના પ્રવીણભાઈ હમીરભાઇ સાવરીયા પોતાની દિકરીના કારણે ટેન્‍શનમાં રહેતા હોય જેથી સેલફોસ ઝેરી દવાના ટીકડા ખાઇ જતા સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:24 PM IST)