News of Wednesday, 22nd January 2025
કચ્છના રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ : જુદા જુદા ગુનામાં આરોપીઓ સામે ફરિયાદ
જુગારની બદી નેસ્ત નાબુદ કરવા, એચ.એસ/એમ.સી.આર તથા જાણીતા જુગારી ચેક કરવા તેમજ મકાનભાડુઆત ચેક કરવા તથા સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : કચ્છના રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા સાગર બાગમાર પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ નાઓએ જીલ્લાના ભચાઉ ડીવીઝનમાં આવેલ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તેમજ એચ.એસ/એમ.સી.આર તથા જાણીતા જુગારી ચેક કરવા તેમજ મકાનભાડુઆત ચેક કરવા તથા સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સરપ્રાઈઝ કોમ્બીંગ ક૨વા સુચના આપેલ હોય જે સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા તથા રાપર પીઆઈ જે .બી .બુબડીયા ના માર્ગદર્શન હેઠળ ભચાઉ ડીવીઝનની અલગ અલગ ટીમો બનાવી રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમા ના.પો.અધિ-૦૧, પોલીસ ઈન્સપેક્ટ૨-૦૧, પોલીસ સબ ઈન્સ.-૦૬, પોલીસ કર્મચારીઓ-૭૨ કુલ-૮૧ પો.અધિ./કર્મચારીઓ સાથે મળી લાઠી, વ્હીસલ, હેલ્મેટ તથા ટોર્ચ લાઈટ જેવી પુરતી સાધન સામગ્રી સાથે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે કલાક-૧૮/૦૦ થી ક.૨૩/૦૦ વાગ્યા સુધી અસરકારક કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલગ અલગ ટીમો દ્વારા કુલ-૪૪ જેટલા ગામો/વાંઢોમાં સઘન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી અગાઉ પ્રોહીબીશન તેમજ ચોરી વિગેરે જેવા અલગ અલગ ગુન્હામાં પકડાયેલ ઇસમોના મકાન ચેક કરી તેમજ વાહન ચેકીંગ કરી નીચે મુજબની કામગીરી ક૨વામાં આવેલ છે.
કોમ્બીંગ દરમ્યાન
પ્રોહીબીશનના કેશ
૧૭
મકાન ભાડુઆત જાહેરનામા ભંગના કેશો
B.N.S.S-2023 જાહેર નામા ભંગ
૦૪
M.V. ACT કલમ-૧૮૫ ના કેશો
૦૧
પ્રોહી બુટલેગરો ઉપર કરેલ નીલ રેઈડ
6.
M.V. ACT કલમ-૨૦૭ મુજબ વાહન ડીટેઈન
૧૨
એમ.વી. એક્ટ મેન.સી.
૩૪
M.V. ACT મુજબ સ્થળ દંડની રકમ
૮૪૦૦-
M.C.R. ચેક
૩૮
એચ.એસ. ચેક
09
જાણીતા જુગારી ચેક
૦૪
વાહન ચેક
૨૮
શકમંદ ઇસમો ચેક
૨૦
અવાવરૂ જગ્યા ચેક
૧૭
હોટલ-ધાબા ચેક
16.
દંગા-પડાવ ચેક
૦૫
બીરોલ કામગીરી 10
> આમ ઉપરોકત કોમ્બીંગ દ૨મ્યાન કુલ-૨૩ ગુનાઓ દાખલ કરી, કુલ-૧૫ આરોપીઓને ધરપકડ કરેલ તથા કુલ-૧૨ વાહનોને ડીટેઈન કરવામાં આવેલ હતા.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
