News of Wednesday, 22nd January 2025
સોમનાથ મંદિર નજીકની હોટલ ભોલામાં જાનૈયાઓએ ભારે હોબાળો મચાવ્યો :સંચાલકો અને ટૂરિસ્ટને ફટકાર્યા
હોટલ નીચેથી પસાર થઈ રહેલા વરઘોડા પર ઉપરથી કોઈએ પાણી ફેંકતા DJના તાલે ઝૂમી રહેલા જાનૈયાઓ ડાન્સ પડતો મૂકીને હોટલમાં ધસી આવ્યા. મોડી રાતે હોટલમાં ધીંગાણું

સોમનાથ મંદિર નજીક આવેલી હોટલમાં હોબાળો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હોટલની નજીકથી વરઘોડો નીકળી રહ્યો હતો, ત્યારે ઉપર રૂમમાંથી કોઈએ વરઘોડા ઉપર પાણી ફેંકતા વિવાદ થયો હતો. જેથી વરઘોડામાં સામેલ લોકો હોટલમાં ઘૂસી ગયા હતા. જેમણે હોટલના સ્ટાફ અને સંચાલકોને ઢોરમાર માર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે રાતના સમયે સોમનાથ મંદિર નજીક આવેલી હોટલ ભોલે પાસેથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો. જેમાં DJના તાલ સાથે જાનૈયાઓ મનમૂકીને ઝૂમી રહ્યા હતા. આ સમયે હોટલ ભોલેમાં રોકાયેલા કોઈ ટૂરિસ્ટ દ્વારા ભૂલથી નીચેથી પસાર થઈ રહેલા વરઘોડા પર પાણી પડી ગયું હતુ.
બીજી તરફ આ બાબતની જાણ થતાં પ્રભાસ પાટણ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત ભોલે હોટલના સંચાલકોને સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તો પોલીસે ભોગ બનનારા લોકોનું નિવેદન નોંધવા સહિત CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
