News of Thursday, 23rd January 2025
જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં ભાજપમાં ગાબડુ પડ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે એક સાથે ભાજપના 100 સ્થાનિક હોદેદારો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં ભાજપમાં ગાબડુ પડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે એક સાથે ભાજપના 100 સ્થાનિક હોદેદારો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. ચોરવાડ ભાજપ એસ.ટી. સેલના પ્રમુખ લખમણ ચાવડા અને અન્ય ભાજપ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હોવાનુ કોંગ્રેસે દાવો કર્યો છે. MLA વિમલભાઈ ચુડાસમાના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરી, ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
