News of Thursday, 23rd January 2025
હળવદમાં ખોવાયેલા ૭ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કરતી પોલીસ

( દીપક જાની દ્વારા ) હળવદ : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૭ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવ્યા છે. કોન્સ્ટેબલ. યુવરાજસિંહ નિરુભા જાડેજાએ સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કર્યું હતું. જે અન્વયે બીટ /ઓ.પી. સ્ટાફે જહેમત ઉઠાવી ૭ જેટલા આશરે રૂ.૧,૨૭,૯૯૭/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી મૂળ માલિકને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર સાર્થક કરેલ છે
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
