<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

લોધીકાના મોટી મેંગણી-પાળ પીપળીયા ગામે જુગારના દરોડાઃ ૭ શખ્‍સો પકડાયા

મેટોડા જીઆઇડીસીમાં જુગાર રમતા ૩ શખ્‍સો પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ તા. ર૩: લોધીકા પોલીસે મોટી મેંગણી અને પાળ પીપળીયા ગામે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્‍સોને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં લોધીકા પોલીસે મોટી મેંગણી ગામેથી વાડધરી જતા રોડ પર આસીફ ઇન્‍ડાવાળાની દુકાન પાસે રેઇસળડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સંજય નાથાભાઇ મકવાણા ધંધો-મજુરીકામ (ર) મનસૃુખ ઉર્ફે મનુભાઇ નાથાભાઇ મકવાણા ધંધો-કડીયાકામ તથા (૩) અનિલ બેચરભાઇ સીંગલ ધંધો-મજુરીકામ રહે. ત્રણેય મોટી મેંગણી ગામ તા. કોટડાસાંગાણીને રોકડા રૂા. ૧૦૭૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડો લોધીકા પોલીસે પીપળીયા પાળ ગામ પાસે આવેલ અવધ રેસીડેન્‍સી બ્‍લોક નં. -૮ર ની સામે શેરીમાં કરી જાહેરમાં જુગાર રમતા (૧) વિજયદાસ વસંતદાીસ દુધરેજીયા ધંધો-રિ. ડ્રા. રહે-પીપળીયા પાળ ગામ આદશર્શ્ર સોસાયટી તા. લોધીકા (ર) ગોવિંદ રાકેશભાઇ શર્મા ધંધો-રિ ડ્રા. રહે-પીપળીયા પાળ ગામ અવધ રેસીડેન્‍સી બ્‍લોક નં. ૧૧, (૩) જયદિપ ઉર્ફે જલ્લો પ્રભુભાઇ બારોટ ધશ્રંધો-રિ.ડ્રા. રહે.-પીપળીયા પાળ ગામ અવધ રેસીડેન્‍સી બ્‍લોક નં.-૮ર તથા (૪) જીતેન્‍દ્ર ઉર્ફે જીતુ ગીરધરભાઇ જેઠા ધંધો મજુરીકામ રહે. પીપળીયા પાળ ગામ આદર્શ સોસાયટી બ્‍લોક નં. ૧૩રને રોકડા રૂા. પ૧૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. તેમજ મેટોડા જીઆઇડીસી પોલીસે મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ૧ માં આવેલ ગણેશ મીલની બાજુમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સંતોષ મહાવીરભાઇ કુશવાહા ધશ્રંધો મજુરી રહે. હાલ મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ર કોન્‍ફીડન્‍સ કારખાનાની સામે ક્રિષ્‍ના પ્‍લાસ્‍ટીક કારખાનાની ઓરડીમાં (ર) ભૈરૂસિંહ ચેતનસિંહ પટેલ ધંધો મજુરી રહે. હાલ મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ર સ્‍વાતી કંપનીમાં તા. લોધીકા તથા (૩) અમૃત પ્રભુદાસ પરમાર ધંધો મજુરી રહે.મ ેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ર ગણેશ મીલની ઓરડીને રોકડા રૂા. ૪૩૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:48 AM IST)