News of Thursday, 23rd January 2025
કચ્છના ભીમાસરમાં શિક્ષિકાના ત્રાસથી સગીર વિદ્યાર્થિનીની આત્મહત્યા? મોતના ૬ દિ' બાદ સુસાઈડ નોટ મળતાં શિક્ષિકા સામે ફરિયાદ
સામાનમાંથી સુસાઈડ નોટ મળતાં તપાસ શરૂ, મળતદેહ પીએમ માટે જામનગર મોકલાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૩ :.. કચ્છના રાપર તા.ના ભીમાસર ભુટકીયા ગામે ગત તા.૧૭/૧ ના નવમાં ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થીની વિશ્વાના આપઘાત કરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મળતક દીકરીના સામાનમાંથી મળેલ ચીઠીના આધારે તેણીએ શિક્ષિકા જિજ્ઞાસાબેન ચૌધરીના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાની આડેસર પોલીસમાં ફરિયાદ કરાઈ છે. મળતક દીકરીના કાકા દેવશી પરમારના જણાવ્યા પ્રમાણે વિશ્વા ૯ માં ધોરણમાં ૪ વિષયમાં નાપાસ હતી ફરી પરીક્ષા આપી તેને પાસ કરાવી હતી. ૨૦ તારીખે પરીક્ષા શરૂ થાય તેના ૩ દિવસ આગળ ૧૭ ના વિશ્વાએ આપઘાત કરી પોતાનો જીવ દઈ દીધો હતો. વિશ્વાએ ચિઠ્ઠીમાં જણાવ્યા પ્રમાણે શિક્ષિકા જિજ્ઞાસા બેન તેને ટોર્ચર કરતા હતા અને હાથ ઉપાડી નકામી તેને પાસ કરી હોવાનું વારંવાર કહેતા હતા. આડેસર પોલીસે ચીઠ્ઠીના અક્ષરની તપાસ શરૂ કરી છે. ડે. ક્લે.ની હાજરીમાં દફનાવેલ મળતદેહ બહાર કાઢી જામનગર પીએમ માટે મોકલાયો છે. શિક્ષિકા વિરુદ્ધ તપાસ ચાલુ છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
