News of Thursday, 23rd January 2025
જૂનાગઢના વિજાપુર ગામના યુવાન પર ૩ શખ્સનો પાઇપ, છરીથી હુમલો
ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૩: જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામનો ૩૦ વર્ષીય શક્તિસિંહ સુરેશભાઈ ભાટી પર તેના જ ગામના ત્રણ શખ્સે હુમલો કરતા ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
યુવક મંગળવારની રાત્રે ૮ વાગ્યાની આસપાસ બાઈક લઈને ભરતભાઈ બરવાળીયાની વાડીએ મજૂરોને કામનું કહી પાછો આવતો હતો. તે વખતે પાતાપુર વાળી ગારીમાં સામેથી બાઈક પર આવેલ વિજાપુરનો અતુલ ગઢવી, સંજય સોલંકી અને તેનો મિત્રએ બાઈક આડુ રાખી યુવાનને રોકયો હતો અને બાદમાં ‘‘તમે અમને કેમ ખોટી રીતે ધમકાવો છો'' તેમ કહી અતુલે લોખંડના પાઇપ વડે અને સંજયએ છરીથી હુમલો કરી અજાણ્યા શખ્સે માર મારી ધમકી આપી નાસી ગયા હતા.
ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાને લઈને તાલુકા પોલીસે યુવાનના પિતા સુરેશભાઈ બટુકભાઈની ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
