<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

પોરબંદરના એસ.ટી. ડેપોમાં મુસાફરોની સલામતી રામ ભરોસે

કિંમતી વસ્‍તુઓ અને પાકીટ ચોરી વધી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૩: એસ.ટી.બસ સ્‍ટેશનમાં મુસાફરોની કિંમતી વસ્‍તુઓ અને પાકીટ ચોરી વધી છે. એસ.ટી. બસ સ્‍ટેશનમાં સીકયુરીટી ગાર્ડ નથી જેના કારણે આવારા તત્‍વો પડયા પાથર્યા રહે છે. પોલીસ દ્વારા પણ રાઉન્‍ડ  ધ કલોક તપાસ થતી નથી. બસમાં ચડવા સમયે મુસાફરોના ખિસ્‍સા હળવા થઇ જતાં હોવાનું તેમજ બસમાંથી કિંમતી વસ્‍તુ સહિત સામાન ચોરાય જાય છે.ખિસ્‍સાᅠᅠકાતરુઓને પકડી પાડવા માંગણી થઇ રહી છે.

(12:33 PM IST)