News of Thursday, 23rd January 2025
જામનગરના નભોમંડળમાં નરી આંખે દેખાતા મંગળ-ગુરૂ-શુક્ર અને શનિ ગ્રહો

જામનગર, તા. ૨૩: જામનગરના નભોમંડળમાં નરી આંખે જોઈ શકાતા મંગળ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ, અને શનિ ગ્રહ કે જે તમામ ગ્રહોની વિસ્તળત માહિતી આ સાથે પ્રસ્તુત છે.
મંગળ ગ્રહ
સૂર્ય થી ૨૪ કરોડ કી.મી. દૂર રહી ૭૮૭ દિવસ માં સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ કરે છે. પોતાની ધરી ઉપર ૨૪.૫ કલાક માં એક ચક્કર પૂર્ણ કરે છે. પળથ્વીથી અર્ધો વ્યાસ ધરાવતા આ ગ્રહને બે નાના દિમોસ અને ફોર્સ નામના ચંદ્ર છે. રાતા ગ્રહ નામે ઓળખાતા આ ગ્રહ ના ધ્રુવ પ્રદેશ ઉપર સ્વેત અંગારવાયુ નું પાત્ર વાતાવરણ છે.
શુક્ર ગ્રહ
લગભગ પળથ્વી જેવડો વ્યાસ ધરાવતો આ ગ્રહ સૂર્ય થી ૧૦.૭ કરોડ કી.મી. દૂર રહી પ્રદક્ષિણા કરે છે. આકાશ માં વધુમાંવધુ ૪૮ અંશ ની ઊંચાઈ હોવાથી શુક્ર આખું વર્ષ વહેલી સવારે પૂર્વ ક્ષિતિજ ઉપર અથવા સાંજે પશ્રિચમ ક્ષિતિજ ઉપર અચુક દેખાય છે. શુક્ર ગ્રહ ને ચંદ્ર ની જેમ કળા હોય છે. આ ગ્રહ સૂર્ય અને પળથ્વી વચ્ચે હોય સમયાંતરે સૂર્ય નું અધિક્રમણ કરે છે.
ગુરૂ ગ્રહ
પળથ્વી કરતાં ૧૩૦૦ ગણો કદમાં મોટો સૂર્ય થી ૭૭.૩ કરોડ કી.મી. દૂર રહી ૧૨ વર્ષે એક પરિક્રમા પૂર્ણ કરે છે. સૂર્ય મંડળ ના તમામ ગ્રહોને ભેગા કરતા પણ કદમાં મોટો છે. ટેલિસ્કોપ ની મદદ થી ચાર મોટા ચંદ્ર તથા રંગરૂપ બદલતું રાખતું કલંક (રેડ-સ્પોટ) જોવા લાયક છે. ગુરૂ દરેક રાશિમાં એક વર્ષ રહે છે.
શનિ ગ્રહ
૧૪૨ કરોડ કી. મી. દૂર સૂર્ય ની પરિક્રમા ૨૯.૫ વર્ષ માં પૂર્ણ કરે છે. અક્ષય ભ્રમણ ૧૦ કલાક નું છે. ૭૬૩ પળથ્વી ને સમાવતો આ ગ્રહ પળથ્વી કરતાં માત્ર ૯૫ ગણો ભારે છે. એટલે પાણીના તળાવમાં નાખવામાં આવે તો તે પાણી ઉપર તરે. પોતાની કક્ષાએ નમતો રહીને ફરતો હોય તેના વલયો હંમેશાં એક સરખા રૂપમાં નથી દેખાતા, કયારેક સરળ લીટીનું અને કયારેક વિષાુત સપાટીનું રૂપ ધારણ કરે છે. શનિનો સૌથી મોટો ચંદ્ર ટિટાન વાતાવરણ ધરાવે છે.
યુરેનશ ગ્રહ
૮૪ વર્ષે સૂર્યની પ્રદક્ષિણા કરતો આ ગ્રહ સૂર્ય થી ૪૬૫ કરોડ કી.મી. દૂર આવેલો છે. આપણી પળથ્વી કરતા ૬૪ ગણો મોટો છે. અને એક રાશિમા ૭ વર્ષ રહે છે.
નેપ્ચુયન ગ્રહ
સૂર્ય થી ૭૧૫ કરોડ કી.મી. દૂર રહી ૧૬૫ વર્ષે એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. પળથ્વી થી ૪૨ ગણો મોટો એક રાશિમાં ૧૪ વર્ષ રહે છે. યુરેનશ અને નેપ્ચુયન ગ્રહો સૂર્ય થી અતિ દૂર હોય નરી આંખે જોઈ શકાતા નથી.(૬.૪)
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
