<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ધોરાજીમાં દિવ્‍યાંગો માટે ખાસ કેમ્‍પઃ ૧૧પ લોકોને ૧૭ લાખની સહાય મળશેઃ સહાયના અનેક સ્‍ટોલ રખાયા

રાજકોટ તા. ર૩:  સરકારી હોસ્‍પિટલ, ધોરાજી ખાતે દિવ્‍યાંગ લાભાર્થીઓ માટે કેમ્‍પ યોજાયો હતો.  કેમ્‍પમાં આધાર કાર્ડ, મતદાર યાદી સ્‍લીપ એક્‍ટીવીટી, e-kyc, આવકના દાખલા, સરકાર તરફથી મળતી અલગ અલગ ઙ્કપ્રકારની સહાય બાબતનો સ્‍ટોલ, આયુષ્‍માન ભારતનો સ્‍ટોલ, યુ.ડી.આઈ.ડી. કાર્ડ કાઢવાનો સ્‍ટોલ, ENT સ્‍ટોલ, મેન્‍ટલ હેલ્‍થ સ્‍ટોલ, આભા કાર્ડ સ્‍ટોલ, ઉંમરના દાખલાનો સ્‍ટોલ વગેરે સ્‍ટોલમાં ૫૧૫ જેટલા લાભાર્થીઓને સ્‍થળ પર જ સરકારી સેવાનો લાભ અપાયો હતો.

નાયબ કલેકટર એન.એમ.તરખાલા મામલતદાર આર. કે. પંચાલની આગેવાનીમાં રેવન્‍યુ વિભાગની ટીમ, ડો. પુનિત વાછાણીની આગેવાનીમાં હેલ્‍થ વિભાગની ટીમ, અધિક્ષકશ્રી ડો. જયેશ વસેટીયન અને ડો.આર.સી.બેરા,  જીલ્લા હોસ્‍પિટલની ટીમ, તાલુકા વિકાસ અધિકારી આર.આર.ઠુંમર, સમાજ કલ્‍યાણ વિભાગની ટીમ અને શ્રીમતી પ્રાર્થના સેરસીયા, સમાજ સુરક્ષા અધિકારી તેમજ પી.જી.વી.સી.એલ. નાં અધિકારીઓની હાજરીમાં સમગ્ર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. આ કેમ્‍પમાં ૮ ડોક્‍ટર તથા અંદાજિત ૧૪૦ જેટલા કમર્ચારીઓ  ફરજ નિભાવી હતી.

કાર્યક્રમમાં ધોરાજી તાલુકા વિસ્‍તારના ૫૧૫ જેટલા લાભાર્થીઓએ અલગ અલગ પ્રકારની સેવાઓનો લાભ લીધો હતો. એલીમ્‍કો દ્વારા ૧૧૫ લાભાર્થીઓને એસેસમેન્‍ટ કરી આશરે ૧૭,૮૧,૪૭૯/- રૂપિયાની સાધન સહાય આપવામાં આવશે તેમજ યુ.ડી.આઈ.ડી. કાર્ડના ૧૨૩ લાભાર્થી ( ૫૭ જુના અને ૬૬ નવા )ઓ પણ આ કેમ્‍પમાં લાભ લીધો હતો.

(12:18 PM IST)