News of Thursday, 23rd January 2025
ધોરાજીના છત્રાસીમાં પોણા ચાર કરોડની જમીન ઉપરનું દબાણ દૂર કરતું તંત્ર
ગૌચરની જમીન દબાવી દિધી હતીઃ ખેતી પાકા મકાનો ઓરડીઓ તોડી પડાઇ

રાજકોટ તા.૨૩ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.કે.વસ્તાણીના માર્ગદર્શનમા ધોરાજી તાલુકાના છત્રાસા ગામમા અંદાજે રૂ.૩.૭૦ કરોડ રકમની ૧.૧૮ લાખ ચો.મી. થી વધુ જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું હતુ. ગૌચર સર્વે નંબર ૫૦૩ પૈકી જમીનમાં ખેતીને લગતું દબાણ તથા પાકા મકાનના ફરતે કંપાઉન્ડ વોલ/ઓરડીઓ મળી અંદાજે કુલ ૧,૧૮,૪૦૦ ચો.મી. જમીનમાં વાવેતર અને બાંધકામ કરી દબાણ કરેલ હતું જે દબાણ દૂર કરી રીપોર્ટ કરી દેવાયો છે. આ દબાણની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૩ કરોડ ૭૦ લાખ જેટલી થાય છે. ે દબાણ પ્રાંત અધિકારી ધોરાજી, તાલુકા વિકાસ અધિકારી ધોરાજી, મામલતદાર તાલુકા પંચાયત ઓફિસ પોલીસ સ્ટાફ સાથે ગ્રામ પંચાયત છત્રાસા દબાણ દૂર કરાયુ હતુ.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
