News of Thursday, 23rd January 2025
અમરેલી ઝાપોદરમાં હિંસક પ્રાણીઓથી બચવા લોખંડનું પાંજરૂ બાળકો માટે બનાવ્યુ

(પ્રતાપભાઇ ખુમાણ દ્વારા) સાવરકુંડલા તા. ૨૩: અમરેલી જિલ્લામાં ગીર જંગલની બોર્ડર ઉપર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં રાની જંગલી પશુઓ ખુલ્લેઆમ ફરતા રહે છે.અત્યાર સુધીમાં અનેક કિસ્સાઓ બનેલા છે જેમાં સિંહ કે દીપડા દ્વારા કોઇ ને કોઇ ગ્રામ્ય વાસીઓ ને શીકાર બનાવાયા છે.જેથી કરીને અનેક ગામડાઓમાં દીપડાથી ખેત મજૂરોના પરિવારો થરથર કાપે છે.કારણકે દીપડો કયારે કયાંથી આવી ચડે અને કોને શીકાર બનાવી ઉપાડી જાય તેનો કોઈ અંદાજ આવતો નથી.રાજુલા તાલુકાના ઝાપોદર ગામના ખેત મજૂર ભરત બારૈયા ને છ બાળકો છે તેમની પત્ની થોડા દિવસો પહેલા મળત્યુ પામેલ છે. આ પોતાના બાળકો સાથે ખુલ્લા ખેતરમાં જ રહે છે જ્યાં પાકું મકાન પણ નથી જેથી દરરોજ બાળકો દીપડાના ભયથી રાત્રે ઊંઘી શકતા નથી એમાં જ્યારે પોતાના પાલતું કુતરીનાં ચાર ગલુડિયાને વારાફરતી દીપડો ઉઠાવી ગયો ત્યારથી તો આખો પરિવાર ખૂબ જ ડરી ગયો હતો જેના કાયમી ઉપાય રૂપે પોતાની કોઠાસૂઝથી એક લોખંડનું પીંજરું બનાવ્યું અને જેમાં પોતે અને છ બાળકો આરામથી કોઈ પણ હોય રાખ્યા વગર રાત્રિ પ્રસારિત કરી શકે. આ લોખંડ નું પીંજરું જોવા કુતૂહલપૂર્વક અનેક લોકો ઉમટી પડ્યા હતા. કોઇ ખેડૂતે આવો ઉપાય પોતાનાં પરિવારનું રક્ષણ કરવા માટે અમલમાં મૂકયો હોય તેવો આ પ્રથમ બનાવ છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
