<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

રાણપુરમાં ૪૦ દિવસીય યજ્ઞ અનુષ્‍ઠાનમાં હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટયા

નવગ્રહયાગ યજ્ઞ પૂર્ણઃ કાલથી અરણી મંથનથી અગિ્નપ્રગટ કરી સત્‌ચંડી યજ્ઞનો પ્રારંભ જીવતી જાગતી તપોભૂમિમાં યજ્ઞાનુષ્‍ઠાનથી અખુટ ઉર્જાઓ પ્રાપ્ત થતી હોવાનો આચાર્ય જીગ્નેશ ડાકોરકરનો નિખાલસ એકરાર

(વિનુ જોષી દ્વારા) તા. ર૪: જુનાગઢ ભેંસાણ રોડ પર ગિરનારના અવધુત અમૃતગીરી બાપુની તપો ભૂમિમાં ૪૦ દિવસ યજ્ઞાનુષ્‍ઠાનનું દિવ્‍ય અને ભવ્‍ય આયોજન ગત ૧૦ મી જાન્‍યુઆરીથી શરૂ થયું છે. આજે નવ ગ્રહયાગ યજ્ઞ પુર્ણ થયો ત્‍યારે યજ્ઞનાં દર્શનાર્થે આવેલ ભાવિકો ધન્‍ય બન્‍યા હતાં.

જુનાગઢથી ર૭ કિ.મી. દુર રાણપુર ગામ ગિરનાર કમંડળ કુંડના મહંત અવધુત અમૃતગીરીની તપોભુમિ છે. વર્તમાન મહંત મહેશગીરીએ પોતાનાં સદ્‌ગુરૂ અમૃતગીરી અને શિષ્‍ય બ્રહ્મદિન મુકતાનંદબાપુની સ્‍મૃતિમાં ૪૦ દિવસીય વૈદિક યજ્ઞાનુષ્‍ઠાનનું દિવ્‍ય આયોજનનો ગત ૧૦ મી જાન્‍યુઆરીથી પ્રારંભ કરાયો હતો.

સૌ પ્રથમ ગુરૂ મહારાજનાં આદ્યગુરૂ દત્તાત્રેયનો દત્ત મહાયોગ યજ્ઞ વખતે ગિરનારનાં સંતો મહંતો પધારી યજ્ઞમાં જોડાયેલા તમામ ભૂદેવોને આશિર્વાદ પાઠવ્‍યા હતા. દત્ત મહાયજ્ઞ બાદ આજે નવ ગ્રહયાગ યજ્ઞની પુર્ણાહુતિ વખતે રાણેશ્‍વર મંદિર પરિસરમાં યજ્ઞકુંડની પ્રદક્ષીણા કરી અસંખ્‍ય ભાવિકો ભાવભેર જોડાયા હતા.

યજ્ઞાનુષ્‍ઠાનનાં સમગ્ર આયોજનમાં આચાર્યપદે જીગ્નેશભાઇ જોષી ઉર્ફે ડોકોરકરજીએ વાતચીતમાં કહયુ કે, ગુરૂ મહારાજ મહેશગીરીની આજ્ઞાથી યજ્ઞનાં આચાર્ય પદે છું ત્‍યારે એટલું ચોકકસ કહીશ કે, રાણપુર અને રાણેશ્‍વર મંદિર પરિસર જીવતી જાગતી અખુટ ઉર્જા આપતી પાવન ભૂમિ છે. કોઇપણ પરીકાર્યમાં પાયા મહત્‍વના હોય છે. પહેલુ પ્રદાર્થ, બીજુ ક્રિયા, ત્રીજુ મંત્ર અને ચોથો અને મહત્‍વનો પાયો છે શ્રધ્‍ધાનો છે. કોઇપણ દર્શનાર્થી યજ્ઞના રાયણનાં શ્રધ્‍ધાપુર્વક દર્શન કરે તો તેનાં તમામ મનોરથ પુર્ણ થાય છે તેમ જણાવી આગામી ર૦ મી ફેબ્રુઆરી સુધી ચાલનાર યજ્ઞ મહોત્‍સવનો દર્શન કરવા ડાકોરકરે અનુરોધ કર્યો છે.

યજ્ઞાનુષ્‍ઠાનનાં આચાર્ય જીગ્નેશભાઇ જોષી ડાકોરકરનાં જણાવ્‍યા મુજબ આગમી તા. ર૪ ને શુક્રવારથી ત્રણ દિવસનો સત ચંડી મહાયાગ યજ્ઞનો શુભારંભ થશે. પ્રથમ દિવસે શાષાોકત વૈદોકત પુજન થયા બાદ પરીકુંડમાં અગિ્ન દેવતાને પ્રગટ કરવા બ્રાહ્મણો તા. રપ નાં સાંજે ૪ થી પ અરણી મંથન કરી અગિ્ન દેવને પ્રગટ કરશે.

યજ્ઞાનુષ્‍ઠાનનાં દર્શન કરવા એક જીવનનો લ્‍હાવો છે તેમ જણાવી ડકોરકરે જેમણે સતકર્મ કયો હશે તેઓ જ રાણપુર આવશે. પરીમાં કલાકો સુધી વૈદોકત મંત્રોથી આહુતી આપ્‍યા બાદ થાક નથી લાગતો ? તેવા સવાલમાં ડાકોરજીએ કહયું આ સતકાર્યથી અમારી બેટરી ચાર્જ થઇ જાય છે.

રાણેશ્‍વર મંદિર પરિસરમાં ગત ૧૯ મી એ દત્તયાગ અને સુર્યયાગ યજ્ઞ વખતે તેમજ આજે નવગ્રહયાગનાં પુર્ણતા અવસરે મહંત મહેશગીરી પુજા દરમીયાન અલૌકિક જ્ઞાન મુન્‍દ્રામાં ચાલ્‍યા જતા આ દ્રશ્‍યનાં દર્શન માટે અસંખ્‍ય ભાવિકો યજ્ઞશાખાની ચો-તરફ ગોઠવાઇ જઇ દસ મિનિટ સુધી જ્ઞાન મુન્‍દ્રાની અવસ્‍થાનાં દર્શન કરી ધન્‍ય બન્‍યા હતા.

અવધુત અમૃતગીરી પાસેથી મંત્રદિક્ષા મેળવ્‍યા બાદ ગિરનાર કમંડળ કંૂડ ખાતે મહેશગીરીએ અખંડ ૧૪ વર્ષ દિવ્‍ય સાધના-સેવા કરી અધ્‍યાત્‍મિક ક્ષેત્રે યમ, નિયમ, આસ્‍ન, પ્રાણાયામ, ધ્‍યાન, ધારણા અને સમાધિ અવસ્‍થા સુધીનું અગોચર જ્ઞાન મેળવ્‍યું છે. ત્‍યારે ગિરનાર બચાવો આંદોલનનાં પ્રણેતા મહેશગીરીનું આ તેજોમય સ્‍વરૂપ નિહાળી ભાવિકો ભાવમય બની ગયા હતાં.

(12:16 PM IST)