<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

ઉત્તમ કામગીરી બદલ ત્રણ ફોરેસ્ટ ગાર્ડને ઉનામાં કલેકટર હસ્તે પરસ્તીપત્ર અપાશે

-તુલસીશ્યામ રેન્જ જશાધાર, રેન્જ હડાળા અને રેન્જ તુલસી શ્યામના કોસ્ટગાર્ડને પ્રજાસતાક પર્વે સન્માનાશે

અમરેલી : 26મી જાન્યુઆરીએ તુલસી શ્યામ .જસાધાર, હડાળાના ફોરેસ્ટ ગાર્ડને ઉત્તમ અને નોંધપાત્ર કામગીરી બદલ પ્રોત્સાહિત કરવા કલેકટર હસ્તે પ્રશસ્તિપત્ર અપાશે

એસ.જી.ગોહીલ(ફોરેસ્ટ ગાર્ડ, બીટ કાંઠાવાવ-૧, રેન્જ હડાળા)એ વન તથા વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી વન્યપ્રાણી પકડવા છોડવા રેસ્કયુની કામગીરી તેમજ વન ગુન્હા ને લગત કામગીરી વન્યપ્રાણી બાબતે લોકજાગૃતતાની સારી કામગીરી કરેલ છે

  એમ.એન.મકવાણા (ફોરેસ્ટ ગાર્ડ બીટ તુ.શ્યામ રેન્જ જસાધાર)એ  વન્યપ્રાણી બચાવ કામગીરી લોકો સાથે સુમેળતા ભર્યું વલણ દાખવી રેસ્કયુની કામગીરી તથા વન્યપ્રાણી બાબતે લોકજાગૃતતાની સારી કામગીરી કરેલ છે

એલ.એમ.રાતડીયા( ફોરેસ્ટ ગાર્ડ કોઠારીયા- ૨ રેન્જ તુલશીશ્યામ) એ નેસ તથા વન વસાહતી ગામોમાં ને લગત કામગીરી તેમજ વન વન્યપ્રાણી બચાવ કામગીરી લોકો સાથે સુમેળતા ભર્યું વલણ દાખવી રેસ્કયુની કામગીરી તથા વન્યપ્રાણી બાબતે લોકજાગૃતતાની સારી કામગીરી કરેલ છે.

(1:01 AM IST)