<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

કાલે અમરેલીમાં રાજવી કવિ કલાપીની જન્‍મજયંતિ નિમિતે ‘‘કરે સંગીત કલાપી'' કાર્યક્રમ

સૂર,શબ્‍દ, સંવાદની સાહિત્‍ય ,ગોષ્‍ઠી દ્વારા શબ્‍દાંજલી અપર્ણ કરાશે

અમરેલી તા.૨૫: ગુજરાતી ભાષાના અમર સર્જક અમરેલી જીલ્લાના લાઠીના રાજવી કવિ કલાપીના જન્‍મજયંતિ નિમિતે સંવાદ - અમરેલી દ્વારા કલાપીને સૂર, શબ્‍દ સંવાદના સાહિત્‍ય-ગોષ્‍ઠી શ્રધ્‍ધાજંલી અર્પણ કરાશે.

કાલે તા.૨૬ને રવિવારે બપોરે ૩:૩૦ વાગ્‍યાથી શ્રી જીવનતીર્થ વિદ્યાલયે, મારૂતિનગર, હનુમાનપરા રોડ, અમરેલી ખાતે આ કાર્યક્રમ ‘‘ કરે સંગીત કલાપી'' યોજાશે.

જેમાં કલાપી કાવ્‍યમાન સંજીવ ધારૈયા સોનલ જોષી, મનોજ ઠાકર કરશે. કાવ્‍ય પઠ અગન રાજગુરૂ વિશેષ વાત ગોપાલ ધકાણ કલાપીથી અગન સુધીની ગઝલ ગોષ્‍ઠિ, પ્રાસંગીક અભિવ્‍યકિત કાલિન્‍દી પરીખ, વાસુદેવ સોઢા અને સંકલન પરેશ મહેતા કરશે. સ્‍પોન્‍સર શીતલબેન પરેશભાઇ મહેતા છે. કાવ્‍ય સાહિત્‍ય રસિકને ઉપસ્‍થિત રહેવા ફિરોઝ હસનવાઝિ ચેતના બાજક, પાયલ જોષી અને સંવાદ પરિવાર અમરેલીએ આમંત્રણ ᅠપાઠવ્‍યું છે.

(12:14 PM IST)