તા. ૩૦ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૨, શુક્રવાર
News of Saturday, 25th January 2025
જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં હજારો ખગોળપ્રેમી જનમેદનીની વચ્ચે પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૫: પ્રદર્શન મેદાનમાં ગઈકાલે નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ ખગોળ મંડળ- જામનગર તથા એમ. ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. હજારોની સંખ્યા માં ખગોળ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.
આ નિદર્શન ના કાર્યક્રમમાં કલેકટર ભાવિનકુમાર પંડ્યા પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા, અને પ્લેનેટ પરેડનું ટેલિસ્કોપથી નિરીક્ષણ કરીને અભિભૂત થયા હતા. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના પરિવાર, અધિક કલેકટર બી.એન. ખેર, શહેર વિભાગના પ્રાંત અધિકારી પી.બી. પરમાર ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેર હષિત વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા વગેરે પરિવાર સાથે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા હતા, અને પ્લેનેટ નિદર્શન નો કાર્યક્રમ ટેલિસ્કોપ ના માધ્યમથી નિહાળ્યો હતો.
જામનગર ખગોળ મંડળના મુખ્ય સંયોજક કિરીટભાઈ શાહ, અને કિરીટભાઈ વ્યાસ, તેમજ એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળના સુધાબેન ખંઢેરીયા ના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા, રવિ ગજ્જર, પંકજ ડાંગર, સદામભાઇ નારેજા અને નદીમભાઈ નારેજા વગેરેની ટિમ દ્વારા જુદા જુદા પાંચ ટેલિસ્કોપ ગોઠવીને પ્લેનેટ નીદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ખગોળ ઙ્કેમીઓએ ઉપસ્થિત રહી સાંજે ૭,૦૦ વાગ્યાથી લઈને રાત્રીના ૧૨,૦૦ વાગ્યા સુધી પ્લેનેટ પરેડ ની ખગોળીય ઘટના નીહાળી હતી જેમાં ખાસ કરીને બાળકોનો ઉત્સાહ વધારે જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ નાના ભૂલકાઓ સહિતના ખગોળ પ્રેમી નગરજનોએ મોડીરાત્રી સુધી લાંબી લાંબી કતાર લગાવી હતી.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
