<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

અમરેલીમાં રેશનીંગનો સીઝ કરેલ જથ્‍થો ચોરાયો

સીઝ કરેલ જથ્‍થાની જગ્‍યાએ ચોખાનીનાની કણ મુળ મુદામાલ કરતા ઓછો મુદામાલ મુકી ચોરી કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૫ : તાલુકાના રોકડીયાપરા હનુમાપરા પ્રાથમિક શાળાની બાજુમાં સુરેશભાઈ ભોગાભાઈ મકવાણી માલિકીના ગોડાઉનમાં થોડા સમય પહેલા  જુની સબજેલ પાસે રહેતા સાહીર રહીમભાઈ મેતરે બિનકાયદેસર અને અનઅધિકળત રીતે રેશનીગના અનાજના જથ્‍થાનો વેપાર કરતા હોય. જે મામલતદાર તથા એજયુકેટીવ મેજીસ્‍ટ્રેટ અમરેલીના ગોપાલભાઈ જી.બાવીશા દ્વારા તા. ૨૯-૮-૨૪ના તપાસ કરતા ચોખા ૬૨૫૦ કિગ્રા. રૂા.૨,૪૩,૭૫૦ તથા ઘઉં ૫૦૦કિગ્રા.રૂા. ૧૩,૫૦૦, એક વજનકાંટો રૂા.૫૦૦૦ મળી કુલ રૂા. ૨,૬૨, ૨૫૦નો  જથ્‍થો મળી આવેલ હતો.

જે જથ્‍થો મામલતદાર સીઝ કરી જયાં સુધી સરકારી જાહેર ન થાય ત્‍યાં સુધી યથાસ્‍થિતિમાં જાળવણી સબબ લેખિત સીઝર હુકમ કરી વિશ્વાસ આધારીત ગોડાઉન સીલ બંધ કરી આરોપીને સોંપી આપવામાં આવેલ હતો. પરંતુ આરોપીએ આ જથ્‍થો સરકારી જાહેર થાય અને ગુજરાત રાજય નાગરીક પુરવઠાની હેઠળના રોટેશનમાં સોંપવામાં આવેલ. તે પહેલા આ મુદામાલ યથાસ્‍થિતિમાં જાળવણી સબબ જે ગોડાઉનમાં રાખી સીલ બંધ કરવામાં આવેલ હતો. તે મુદામાલ બાબતે તેઓને કરવામાં આવેલ અમારા લેખિત હુકમનો ભંગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી   ગોડાઉનનું સર્ટર તોડી તેમાં રાખેલ  મુદ્દામાલની ચોરી કરી તેની જગ્‍યાએચોખાનીનાની નાની કણનો અન્‍ય પરંતુ મુળ મુદામાલ કરતા ઓછોજથ્‍થો મુકી શર્ટરના તોડેલભાગની અન્‍ય ભાગ લગાવી શટર જેમનુંતેમબંધ કરી ગુનો કર્યાની અમરેલી તાલુકાપોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 ખાંભામાં મોબાઈલ ચોરાયો

 ખાંભા બસસ્‍ટેશનચોક ગાયત્રી પાણીપુરીની લારીએજાફરાબાદ તાલુકાના એભલવડ ગામના કુલદીપભાઈ નરેન્‍દ્રભાઈ જોષી તથા તેમનાબેન પાણીપુરી ખાવા માટે ઉભા રહેલ હોય.તે દરમ્‍યાન મોટા રોલા કંપનીનો મોબાઈલ રૂા.૯૪૯૯ ની કિંમતનો પડી જતા કોઈ ચોરી ગયાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:38 PM IST)