<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

જૂનાગઢમાં જામનગરના યુવાનનો એસટી બસમાં ચડતા મોબાઈલ ચોરાયો

બસ સ્‍ટેન્‍ડ સામેથી લોક ખુલ્લુ રહી જતા બાઈક ચોરાઈ ગયું

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૮: જામનગરની વળંદાવન સોસાયટીમાં આવેલ શિવ કળપા એપાર્ટમેન્‍ટમાં રહેતા ૪૨ વર્ષીય સતીશકુમાર વશરામભાઈ વેગડ જૂનાગઢ આવ્‍યા હતા. ૨૪ જાન્‍યુઆરીના રોજ બપોરે ૩ વાગ્‍યે એસટી બસ સ્‍ટેન્‍ડમાં જામનગર જવા માટે બસમાં ચડતા હતા તે વખતે તેના ખિસ્‍સામાંથી અજાણ્‍યો શખ્‍સ રૂપિયા ૨૩, ૯૯૯ની કિંમતનો મોબાઈલ ફોન ચોરીને નાસી ગયો હતો.

અન્‍ય એક આવા કિસ્‍સામાં શહેરના મધુરમ વિસ્‍તારમાં એન. કે. નગરમાં રહેતા ૪૦ વર્ષીય હિતેશકુમાર હરજીભાઈ ચાંડેગરા ૨૧ જાન્‍યુઆરીના રોજ રાત્રે ૮:૧૫ વાગ્‍યે એસટી બસ સ્‍ટેશન સામેની શેરીમાં આવેલ ખાનગી હોસ્‍પિટલ પાસે જીજે ૦૫ એલકયુ ૩૨૧૭ નંબરનું બાઈક પાર્ક કર્યું હતું. પરંતુ લોક ખુલ્લું રહી જતા રૂપિયા ૩૦,૦૦૦નું બાઈક ચોરાઈ ગયું હોવાની ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

(10:10 AM IST)