<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

કાલાવડના મોટા વડાળા તાલુકા શાળામાં પ્રજાસત્તાક પર્વની ભવ્‍ય ઉજવણીઃ નાના નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન, ગમ્‍મત અને દેશ ભકિતની ૧૬ કળતિઓ રજુઃ રોકડ પુરસ્‍કાર આપી બાળકોને પ્રોત્‍સાહિત કર્યા

 

રાજકોટ : કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે શ્રી મોટા વડાળા તાલુકા શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની સ્‍કૂલના બાળકો દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના પ્રારંભે ગામની જ દીકરી સારિકાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ શાળાના બાળકો દ્વારા જ્ઞાન,ગમ્‍મત અને દેશભક્‍તિની જુદી જુદી ૧૬ કળતિઓ રજૂ કરવામાં આવી હતી.

ઓ શુભારંભની કળતિ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમનો પ્રારંભ થયો હતો ત્‍યારબાદ જલવા, રાણી લક્ષ્મીબાઇ, કસુંબો, પિરામિડ, છોટા બચ્‍ચા, ફિર ભી દિલ હૈ હિન્‍દુસ્‍તાની, જીવુમાં, બમ બમ ભોલે, ઓ દેશ મેરે, ગાંધીજી, સુનોગોર સે દુનિયા વાલો, ધરતી સુનહરી, તલવાર રાસ સહિત કળતિઓએ છેક સુઘી ઉપસ્‍થિત લોકોને તાલીઓ પાડવા મજબુર કરી દીઘા હતા જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ડાન્‍સ સાથે દેશ ભક્‍તિની કળતિ, પિરામિડ, જીવુમાંના નાટકે બધાને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ, ગામના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી બાળકોને રોકડ પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહિત કર્યા હતા આભાર વિધિ શાળાના આચાર્ય સીમાબેન રાબડીયાએ કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો ચેતનભાઇ ગમઢા, અંદરસિંહ નીનામા, અશ્વિનભાઈ જેઠવા, સોનલબેન રામોલિયા, રમેશભાઈ ડોબરીયા, મનાલીબેન નીમબાર્ક અને કોમલબેન બુસાએ જહેમત ઉઠાવી હતી. (વિજય વસાણી-આટકોટ)

(11:07 AM IST)