News of Tuesday, 28th January 2025
ઠંડીમાં ઘટાડોઃ માત્ર ગીરનાર ઉપર ૭.પ ડીગ્રી
લઘુતમ તાપમાનનો પારો ઉંચો ચડી જતા ઠંડક ગાયબ

રાજકોટ તા. ર૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડી ગાયબ થઇ ગઇ છે. આજે માત્ર ગીરનાર પર્વત ઉપર ૭.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જયારે કચ્છના નલીયાના ૧૪, રાજકોટ ૧૪.ર, જામનગરમાં ૧૪.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ બીજા દિવસે પણ ગિરનાર પર ૭.પ ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જુનાગઢ શહેરમાં સવારે ૧ર.પ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગિરનાર પર્વત ઉપર ઠંડી ૭.પ ડિગ્રીએ સ્થિર રહી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮% રહ્યું હતું. જેના પરિણામે આજે પણ ધુમ્મસ જોવા મળ્યું હતું. સવારે પવનની ગતિ કલાકની ઝડપ ૩.૯ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.૪, મહતમ તાપમાન-ર૯.પ, ભેજનું પ્રમાણ ૭પ%, પવનની ગતી ૪.ર કિ.મી. નોંધાઇ છે.

(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
