News of Tuesday, 28th January 2025
ઝીંઝુવાડા પોલીસ ઉપર હુમલાનો આરોપી ૧ વર્ષ બાદ પાસામાં

વઢવાણ, તા. ર૮: સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનની ટીમ ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં કુખ્યાત બુટલેગરને પકડવા ગઈ હતી તે દરમિયાન ઝીંઝુવાડા પીએસઆઈ કે.વી.ડાંગર અને બે કોન્સ્ટેબલ પર નાસતા ફરતા બુટલેગર અને તેના સાગરીતો દ્વારા છરી, લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પીએસઆઈને અને બે પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ હુમલામાં પી.એસ.આઇ અને બે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલાના મામલે આરોપી રાજદીપસિંહ ઝાલા સામે ૧ વર્ષ બાદ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
